/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/disney-plus-hotstar.jpg)
ડિઝની પ્લસ હોટસ્ટાર
disney plus hotstar : નેટિક્સ પછી, એક અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના યુઝર્સ માટે પાસવર્ડ શેર કરવા મુશ્કેલ બની શકે છે. અહેવાલો અનુસાર, ડિઝની + હોટસ્ટાર ટૂંક સમયમાં તેના પ્રીમિયમ યુઝર્સ વચ્ચે પાસવર્ડ શેરિંગની મર્યાદાને લઈને નવો નિર્ણય લઈ શકે છે. નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કંપની નવી પોલિસી લાગુ કરવા પર કામ કરી રહી છે, જેના પછી પ્રીમિયમ યુઝર્સ એક એકાઉન્ટમાંથી માત્ર 4 ડિવાઈસ પર લોગઈન કરી શકશે. તમને જણાવી દઈએ કે, ડિઝની + હોટસ્ટારનો આ નિર્ણય પાસવર્ડ શેરિંગની સમસ્યાના ઉકેલ માટે લેવામાં આવી રહ્યો છે.
રોઇટર્સ અનુસાર, ડિઝની પણ હવે નેટફ્લિક્સના જેવો માર્ગ અપનાવી રહી છે. અગાઉ મે મહિનામાં, ડિઝનીના હરીફ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટિક્સે 100 થી વધુ દેશોમાં પાસવર્ડ શેરિંગ માટે સમાન નીતિ લાગુ કરી હતી. નેટફ્લિક્સે સબ્સ્ક્રાઇબર્સને કહ્યું કે, હવે યુઝર્સે તેમના ઘરની બહાર પાસવર્ડ શેર કરવા માટે વધારાના પૈસા ચૂકવવા પડશે.
ઈન્ટનલી ટેસ્ટ થઈ ચુકી છે Hotstar પોલિસી
તમને જણાવી દઈએ કે, હાલમાં ભારતમાં પ્રીમિયમ ડિઝની + હોટસ્ટાર એકાઉન્ટ 10 ડિવાઈસ સુધી લોગ ઈન કરી શકાય છે. જોકે, હવે વેબસાઈટે ચાર ડિવાઈસની મર્યાદા નક્કી કરી છે.
કંપનીએ આંતરિક રીતે આ નીતિનું પરીક્ષણ કર્યું છે અને તે આગામી થોડા અઠવાડિયામાં તમામ યુઝર્સ માટે આ લાગુ કરી શકે છે. કંપની નવી નીતિ સાથે પ્રીમિયમ એકાઉન્ટ્સને ચાર ડિવાઈસ સુધી મર્યાદિત કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, Disney, Netflix, Amazon અને JioCinema એ ભારતમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. મીડિયા પાર્ટનર્સ એશિયા અનુસાર, ભારતનું સ્ટ્રીમિંગ માર્કેટ 2027 સુધીમાં વધીને $7 બિલિયનનું ઉદ્યોગ બનવાની ધારણા છે. ડેટા દર્શાવે છે કે, હોટસ્ટાર હાલમાં મહત્તમ યુઝર્સની દ્રષ્ટિએ સૌથી આગળ છે અને હાલમાં લગભગ 50 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.
રિસર્ચ ફર્મ મીડિયા પાર્ટનર્સ એશિયાએ ખુલાસો કર્યો છે કે, જાન્યુઆરી 2022 અને માર્ચ 2023 વચ્ચે ડિઝની હોટસ્ટાર ભારતના સ્ટ્રીમિંગ માર્કેટમાં નંબર વન રહી. તેણે કુલ 38 ટકા વ્યુઅરશિપ કબજે કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us