Diwali 2023 : કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત બોલિવૂડ હસ્તીઓની દિવાળી પાર્ટી, જુઓ વીડિયો

Diwali 2023 : દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બોલિવૂડના મશહૂર ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ગઇકાલે 7 નવેમ્બરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની હસ્તીઓ એકથી એક જાજરમાન લૂકમાં હાજરી આપી હતી. હાલમાં તેના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

Written by mansi bhuva
Updated : November 07, 2023 18:36 IST
Diwali 2023 : કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત  બોલિવૂડ હસ્તીઓની દિવાળી પાર્ટી, જુઓ વીડિયો
Diwali 2023 : મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડ સેલિબ્રિટીનો જમાવડો

Diwali 2023 : મનીષ મલ્હોત્રાએ ગઈકાલે રાત્રે પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં આખું બોલિવૂડ હાજર હતું. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, માધુરી દીક્ષિત, ગૌરી ખાન, સુહાના ખાન, જાહ્નવી કપૂર સહિત નોરા ફતેહી તમે જોતા રહી જાઉં તેટલા શાનદાર લૂકમાં એન્ટ્રી પાડી હતી. મનીષ મલેહત્રાની દિવાળી પાર્ટીના વીડિયો સોશિયલ પર ધૂમ મચાવી રહ્યા છે.

આ પાર્ટીમાં પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન લાલ શરારા સાથે બોલ્ડ રેડ લિપસ્ટિક ફ્લોન્ટ કરીને પાર્ટીમાં મહેફિલ લૂંટી હતી. તો પાર્ટીમાં સુપરસ્ટાર સલમાન ખાન પણ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો હતો.

જ્યારે શાહરૂખ ખાનની પત્ની અને ફેમસ ઇન્ટિરિયર ડિઝાઈનર-પ્રોડ્યુસર ગૌરી ખાન સફેદ સાડીમાં પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી. જોકે, તેના પતિ અને સુપરસ્ટાર શાહરૂખ ખાને પાર્ટીમાં હાજરી આપી ન હતી.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેણે ફેબ્રુઆરી 2023માં જેસલમેરના સૂર્યગઢ પેલેસ ખાચે લગ્ન કર્યા હતા. આ કપલે ખુબ જ ભવ્ય અને ટ્રેડિશનલ લૂકમાં મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

જ્યારે મીરા રાજપૂત અને શાહિદ કપૂર સફેદ અને કાળા રંગના આઉટફિટમાં જોવા મળ્યા હતા.

આ સિવાય વરુણ ધવન તેની પત્ની નતાશા દલાલ, આયુષ્માન ખુરાના અને તેની પત્ની તાહિરા કશ્યપ, ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર પણ સ્ટાઇલિશ લૂકમાં પાર્ટીમાં પહોંચ્યા હતા.

બીજી બાજુ ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત પણ તેના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે રેડ કાર્પેટ પર બ્લેક કલરમાં પોઝ આપતી જોવા મળી હતી.

બોલિવૂડની યંગ બ્રિગેડ પણ પાર્ટીમાં આકર્ષણ જમાવવા પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી જાન્હવી કપૂર, અનન્યા પાંડે અને સારા અલી ખાન ડીપ નેક બ્લાઉઝમાં ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ભૂમિ પેડનેકરથી લઈને કૃતિ સેનને પણ તેમના લૂક્સથી પાર્ટીમાં જાન ફુંકી હતી.

ખુશી કપૂર અને સુહાના ખાન તેમની આર્ચીઝ ગેંગ જોરદાર રેડ લહેંગામાં પાર્ટીમાં જોવા મળી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ