Diwali 2025 | આખા દેશે ઉત્સાહથી દિવાળી (Diwali) ની ઉજવણી કરી છે. ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ પોતાની અનોખી રીતે આ તહેવારની ઉજવણી કરી. ઘણા સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર પોતાની શુભેચ્છાઓ શેર કરી, જ્યારે કેટલાકે પોતાના ફોટા શેર કર્યા છે. કેટલાકે તેમના જીવનસાથીઓ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો છે.
દિવાળીની ગઈકાલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે, તહેવારના આ સેલિબ્રેશનમાં બોલીવુડ સિતારાઓ પણ બાકી નથી, કૃતિ સેનનથી લઇ તૃપ્તિ ડીમરી સુધી બધા સ્ટાર્સે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી.
બોલીવુડ સ્ટાર્સ દિવાળી સેલિબ્રેશન (Bollywood Stars Diwali Celebration)
કૃતિ સેનન દિવાળી સેલિબ્રેશન
કૃતિ સેનન પણ તેના પ્રિયજનો સાથે દિવાળીની ઉજવણી કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતા લખ્યું, “પ્રેમ, રોશની, હાસ્ય, લોકોથી ઘેરાયેલા રહેવું, સવાર સુધી પંજાબી સંગીત પર ડાન્સ કરવો! શું આ વર્ષનો બેસ્ટ સમય નથી?
રશ્મિકા મંદાના દિવાળી સેલિબ્રેશન (Rashmika Mandanna Diwali Celebration)
દિવાળી નિમિત્તે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો શેર કરતા રશ્મિકા મંદાનાએ લખ્યું, “દિવાળીની શુભકામનાઓ. તમને બધાને હંમેશા પ્રેમ અને પ્રકાશ મોકલી રહી છું. “
મૌની રોય અને દિશા પટાણી દિવાળી સેલિબ્રેશન (Mouni Roy and Disha Patani Diwali Celebration)
દિવાળી નિમિત્તે પૂજા કરી અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કર્યા. તેણીએ કેપ્શન આપ્યું “હેપ્પી દિવાળી”. દિશા પટાણીએ પણ પૂજા કરી અને મૌની સાથે દિવાળીની ઉજવણી કરી છે.
રકૂલ પ્રીત સિંહ દિવાળી સેલિબ્રેશન
રકૂલ પ્રીત સિંહે પણ દિવાળીની ઉજવણી કરી હતી તેણે દિવાળીના આઉટફિટમાં ફોટોઝ શેર કરી લખ્યું કે, ‘શણગાર કરીને તૈયાર વર્ષના બ્રાઇટ ટાઈમ માટે.’ હેપ્પી દિવાળી, સુંદર લોકોને’
અનન્યા પાંડે દિવાળી સેલિબ્રેશન
અનન્યા પાંડે પણ પરિવાર સાથે દિવાળી સેલિબ્રેશન કર્યું છે, તેણે પરિવાર સાથે ઘણા ફોટા શેર કર્યા છે જેમાં તેણે કેપ્શન લખ્યું છે, ‘લાઈટ અને પ્રેમથી ભરપૂર દિવાળી’
તૃપ્તિ ડીમરી દિવાળી સેલિબ્રેશન
તૃપ્તિ ડીમરી પિન્ક એન વાઈટ સરારા સલવાર સૂટમાં જોવા મળી હતી, તેણે હાથમાં દીવો લઈને અને રંગોળી બનાવતા ફોટોઝ શેર કર્યા છે, અહીં જુઓ