Diwali 2025 OTT Release | આ દિવાળીએ ઓટીટી પર થશે મોટો ધમાકો, આ ફિલ્મો થશે રિલીઝ

આ દિવાળી મજેદાર રહેવાની છે, મનોરંજન જગતમાં ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે, જેમાં બાગી 4 થી લઇ ભગવદ ગીતા ચેપ્ટર 1: રાક્ષસનો સમાવેશ થાય છે.અહીં જુઓ લિસ્ટ

Written by shivani chauhan
October 17, 2025 11:43 IST
Diwali 2025 OTT Release | આ દિવાળીએ ઓટીટી પર થશે મોટો ધમાકો, આ ફિલ્મો થશે રિલીઝ
Diwali 2025 OTT release this week in india 16 to 20 october 2025

Diwali 2025 OTT Release | આ દિવાળી મનોરંજનનો તહેવાર બનવાની છે. ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી મોટી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવાની છે. હિન્દી, તમિલ, તેલુગુ અને હોલીવુડ ફિલ્મો અને વેબ સિરીઝ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. અહીં જાણો આ દિવાળી પર તમે તમારા પરિવાર સાથે કઈ ફિલ્મો જોઈ શકો છો.

આ દિવાળી મજેદાર રહેવાની છે, મનોરંજન જગતમાં ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે, જેમાં બાગી 4 થી લઇ ભગવદ ગીતા ચેપ્ટર 1: રાક્ષસનો સમાવેશ થાય છે.અહીં જુઓ લિસ્ટ

દિવાળી ઓટીટી રિલીઝ

બાગી 4 (Baaghi 4)

ટાઇગર શ્રોફ અને સંજય દત્ત સ્ટારર એક્શન-થ્રિલર ફિલ્મ બાગી 4 દિવાળી પહેલા 17 ઓક્ટોબરે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ રહી છે.

ભાગવત ચેપ્ટર 1: રાક્ષસ (Bhagwat Chapter 1: Rakshas)

બ્લોકબસ્ટર ક્રાઈમ થ્રિલર “ભાગવત ચેપ્ટર 1: રાક્ષસ અસુર” પછી, અરશદ વારસી “ભાગવત ચેપ્ટર 1: રાક્ષસ” માં ફરી એક વાર એક્શનમાં આવી રહ્યો છે. આ ફિલ્મ 17 ઓક્ટોબરના રોજ ZEE5 પર રિલીઝ થશે.

એલુમાલે (Elumale)

એલુમાલે કન્નડ મુવી છે જે સત્ય ઘટનાનો પર આધારિત મુવી છે જે 17 ઓક્ટોબર, 2025 ના રોજ ZEE5 પર રિલીઝ થઈ રહી છે. તે એક રોમેન્ટિક થ્રિલર છે.

લોકા ચેપ્ટર 1: ચંદ્રા (Lokah Prakaran 1 Chandra)

મલયાલમ ફિલ્મ “લોકા ચેપ્ટર 1: ચંદ્રા” (Lokah Prakaran 1 Chandra)20 ઓક્ટોબરના રોજ JioHotstar પર રિલીઝ થઈ રહી છે. આ બ્લોકબસ્ટર ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ ₹300 કરોડની કમાણી કરી હતી.

સંતોષ (Santosh)

શહાના ગોસ્વામી અભિનીત “સંતોષ” ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. જોકે, ભારતીય સેન્સર બોર્ડે આ ફિલ્મને થિયેટર રિલીઝ માટે પ્રમાણપત્ર આપ્યું ન હતું. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. જોકે, હવે તે 17 ઓક્ટોબરના રોજ ઓટિટિ પ્લેટફોર્મ લાયન્સગેટ પ્લે પર રિલીઝ થઈ રહી છે.

ફાઇનલ ડેસ્ટિનેશન: બ્લડલાઇન્સ

ફાઇનલ ડેસ્ટિનેશન ફ્રેન્ચાઇઝનો છઠ્ઠો ભાગ, ફાઇનલ ડેસ્ટિનેશન : બ્લડલાઇન્સ, 16 ઓક્ટોબરના રોજ OTT પ્લેટફોર્મ ફાઇનલ ડેસ્ટિનેશન: બ્લડલાઇન્સ પર રિલીઝ થઈ રહ્યો છે. આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ