Diwali Look 2025 | દિવાળી (Diwali) ના તહેવારની આપણે ઘણા સમયથી તૈયારી કરી રહ્યા હતા, આખરે હવે 20 ઓક્ટોબર 2025 ના રોજ ભારતભરમાં રોશનીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, લોકો ઘરની સફાઈથી લઈને નવા કપડાં ખીરદવા સુધી અગાઉથીજ તૈયારી શરૂ કરી દે છે, એવામાં તમે પણ જો દિવાળીમાં કપડાં કેવા પહેરવા તે અંગે મુંઝવણમાં છો તો અહીં કેટલીક ટિપ્સ આપી છે.
દિવાળીમાં બોલીવુડ સેલિબ્રિટીઝ પણ અવનવા લુકમાં જોવા મળે છે જેમાં ખુશી કપૂર, કરિશ્મા કપૂર, સુહાના ખાન બેસ્ટ દિવાળીમાં ટ્રાય કરી શકાય એવા લુક અહીં જુઓ.
બોલીવુડ સેલિબ્રિટી દિવાળી લુક
સુહાના ખાન : શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનને દિવાળી પાર્ટિમાં યંગ અને સિમ્પલ છતાં એલિગન્ટ લુક અપનાવ્યો છે, તેણે પર્પલ કલરમાં ગોલ્ડન બોર્ડન વાળી રિસાયકલ સાડી પસંદ કરી છે જેનું પલ્લું ખુબજ મલ્ટીકલરમાં બનારસીમાં જોવા મળે છે આ લુક દર્શાવે છે કે ઇકો ફ્રેન્ડલી લુક પણ ખુબજ ક્લાસી લાગે છે.
કરિશ્મા કપૂર : કરિશ્મા કપૂર બોલીવુડની જાણીતી એકટ્રેસ છે, તે તેની એકટિંગ સિવાય તેની ફેશન સેન્સને લઈને પણ ચર્ચામાં રહે છે, તાજતેરમાં દિવાળી તહેવાર પહેલા તેણે તેના અલગ અલગ લુકમાં ફોટોઝ શેર કર્યા છે, જેમાંથી એક બિસ્કિટ કલરની દક્ષિણી સાડી પહેરી જેમાં ગોલ્ડન ટ્રેડનું એમ્બ્રોડરી ભરતકામ જોવા મળે છે, તેણે મેચિંગ સાડી પર મેચિંગ લોન્ગ બ્લેઝર પણ પહેર્યું છે, હેવી આઉટફિટ હોવાથી તેણે સિમ્પલ ઓપન હેર વાળી હેરસ્ટાઇલ પસંદ કરી છે, જ્વેલરીમાં તેણે લોન્ગ ઝુમખા ઈયરિંગ્સ પસંદ કરી છે.
ખુશી કપૂર : ખુશી કપૂરએ તાજતેરમાં તેની બહેન અંશુલા કપૂરના ગોળધાણા માં ઈશ્યુ સિલ્ક પિસ્તા કલરની શિમર લુક વાળી સાડીમાં જોવા મળી હતી, જેમાં સિલ્વર કલરમાં હેન્ડી ક્રાફ્ટમાં મોતીવર્ક જોવા મળે છે, તેણે આ લુકને એલિગન્ટ રાખવા માટે સિલ્વર એડી નેકલેસ અને સ્મોલ ઈયરિંગ્સ સાથે મિનિમલિસ્ટિક લુક પસંદ કર્યો છે.
શ્લોકા અંબાણી : આર્કાઇવલ વિન્ટેજ ઇનકટ સ્લીવલેસ હેન્ડલુમ વાસ્તવિક ગોલ્ડ અને સિલ્વરના મરોરી ભરતકામમાં શ્લોકા અંબાણીનું લુક જોવા મળે છે, આ બનારસી બ્રોકેડ જેકેટમાં આપણી જૂની કારીગરીને પુનર્જીવિત કરે છે. નીલમણિથી જડિત અને ઝરી બોર્ડર્સ સાથે હાથથી બનાવેલા બ્રોકેડ શરારા પેન્ટ સાથે પેર કરી છે, તમેં શ્લોકાનો આ લુક દિવાળી માટે કોપી કરી શકો છો.