Actor and DMDK Chief Captain Vijayakanth passes away : DMDK પાર્ટીના વડા અને અભિનેતા વિજયકાંતનું ગુરુવારે નિધન થયું હતું. કોવિડ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વિજયકાંતને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને MIOT હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુ બાદ હોસ્પિટલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
વિજયકાંતની ફિલ્મી, રાજકીય સફર
વિજયકાંતે લગભગ 154 ફિલ્મોમાં કામ કર્યું. આ પછી તેઓ રાજકારણમાં આવ્યા. તેમણે DMDK પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ વિરુધાચલમ અને ઋષિવંદ્યમથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2011 થી 2016 સુધી તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ બન્યા હતા.





