Do Patti Trailer, દો પત્તી ફિલ્મ ટ્રેલર : બોલિવૂડ અભિનેત્રી કાજોલ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ દો પત્તીનું ટ્રેલર સોમવારે રિલીઝ થયું છે. આ ફિલ્મ સસ્પેન્સ અને થ્રીલરથી ભરપુર જોવા મળી રહી છે. ફિલ્મમાં કૃતિ સેનન ડબલ રોલમાં જોવા મળી રહી છે. કાજોલ પોલીસના રોલમાં જોવા મળી રહી છે.
દો પત્તી ફિલ્મનું ટ્રેલર દમદાર
ફિલ્મ જો પત્તીનું ટ્રેલર દમદાર જોવા મળી રહ્યું છે. આ ટ્રેલરમાં કાજોલ, કૃતિ સેનન અને શાહીર શેખ જોવા મળી રહ્યા છે. ટ્રેલર જોઇને અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે. આ ફિલ્મ જુડવા બહેનોની કહાની છે. જેમાં તેમના સંબંધોમાં નફરત જોવા મળે છે.
દો પત્તી ફિલ્મ એક અકસ્માત મિસ્ટ્રી
ફિલ્મ એક અકસ્માત મિસ્ટ્રી છે. જેમાં ઘણા બધા સસ્પેન્સ, ડ્રામા અને થ્રીલ છે. ટ્રેલરમાં જોવા મળે છે કે કૃતિ સેનન (સૌમ્યા)પોતાના લવરના પ્રેમમાં દીવાની છે. બન્નેનું જીવન ખુશીથી ચાલી રહ્યું હોય છે. ત્યારે તેમના જીવનમાં સૌમ્યાની જુડવા બહેન આવી જાય છે. આ કારણે તેમનું લગ્નજીવન વેરવિખેર થઇ જાય છે. સૌમ્યા અને તેની બહેન બન્નેને ધ્રુવ જોઈએ છે. જોકે કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે પોલીસ અકસ્માતના કેસના ધ્રુવની ધરપકડ કરે છે. પોલીસ ઓફિસર રહેલી કાજોલ આ બન્ને બહેનોના કેસને ઉકેલવાનો છે.
આ પણ વાંચો – શૂટિંગ બાદ અચાનક પ્રભાસની ફિલ્મમાં રિપ્લેસ કરવામાં આવી, રકુલ પ્રીત સિંહનો ખુલાસો
દો પત્તી ફિલ્મ 25 ઓક્ટોબરે રિલીઝ થશે
દો પત્તી ફિલ્મ નેટફ્લિક્સ પર 25 ઓક્ટોબરે રિલીઝ થશે. કનિકા ઢિલ્લન અને કૃતિકા સેનેને પ્રોડ્યુસર તરીકે ડેબ્યૂ કર્યું છે. કનિકા ફિલ્મની રાઇટર પણ છે. કાજોલ અને કૃતિકા સેનેને આ પહેલા 2015માં આવેલી દિલવાલે ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. દો પત્તીથી ટીવી અભિનેતા શાહીર શેખ હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે.





