Dunki Box Office Collection Day 1 : કિંગ ખાનની 'ડંકી' આ વર્ષની સુપરહિટ ફિલ્મોનો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ, પહેલા દિવસે માત્ર આટલી કમાણી કરી શકી

Dunki Box Office Collection Day 1 : આ વર્ષ શાહરૂખ ખાન માટે શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. પહેલા તેની ફિલ્મ 'પઠાણ' અને પછી 'જવાન'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. બંને ફિલ્મો આ વર્ષની સુપરહિટ ફિલ્મો હતી અને હવે ચાહકો 'ડંકી' પાસેથી પણ એવી જ અપેક્ષા રાખી રહ્યા હતા. પરંતુ કિંગ ખાનની અન્ય બે ફિલ્મોની સરખામણીમાં આ ફિલ્મને સૌથી ઓછી ઓપનિંગ મળી છે.

Dunki Box Office Collection Day 1 : આ વર્ષ શાહરૂખ ખાન માટે શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. પહેલા તેની ફિલ્મ 'પઠાણ' અને પછી 'જવાન'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. બંને ફિલ્મો આ વર્ષની સુપરહિટ ફિલ્મો હતી અને હવે ચાહકો 'ડંકી' પાસેથી પણ એવી જ અપેક્ષા રાખી રહ્યા હતા. પરંતુ કિંગ ખાનની અન્ય બે ફિલ્મોની સરખામણીમાં આ ફિલ્મને સૌથી ઓછી ઓપનિંગ મળી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Dunki | Dunki Box OFfice Collection Day 6 | Dunki Collection | Shah Rukh Khan

શાહરૂખ ખાનની ડંકીએ છઠ્ઠા દિવસે કર્યું આટલું કલેક્શન

Dunki Box Office Collection Day 1 : શાહરૂખ ખાન સ્ટારર 'ડંકી' 21મી ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. આ વર્ષ કિંગ ખાન માટે શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. પહેલા તેની ફિલ્મ 'પઠાણ' અને પછી 'જવાન'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. બંને ફિલ્મો આ વર્ષની સુપરહિટ ફિલ્મો હતી અને હવે ચાહકો 'ડંકી' પાસેથી પણ એવી જ અપેક્ષા રાખી રહ્યા હતા. પરંતુ કિંગ ખાનની અન્ય બે ફિલ્મોની સરખામણીમાં આ ફિલ્મને સૌથી ઓછી ઓપનિંગ મળી છે.

Advertisment

સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે પહેલા દિવસે માત્ર 30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને બીજા દિવસની શરૂઆતમાં ફિલ્મે 0.17 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મે અત્યાર સુધીમાં 30.17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ આ આંકડો આ વર્ષની અન્ય બે ફિલ્મો કરતા ઘણો ઓછો છે. વેપાર વિશ્લેષકો આ આંકડા પહેલાથી જ જણાવી ચૂક્યા છે. તેમના કહેવા પ્રમાણે, ફિલ્મ પહેલા દિવસે 30-40 કરોડની કમાણી કરવા જઈ રહી હતી.

'ડંકી'એ મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ કમાણી કરી છે. ફિલ્મે મહારાષ્ટ્રમાં 1.81 કરોડ, દિલ્હીમાં 1.55 કરોડ અને પશ્ચિમ બંગાળમાં 1.22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ શાહરૂખ ખાનની ફિલ્મોની સરખામણીમાં આ ઘણું ઓછું છે. આશા છે કે આ ફિલ્મ વીકેન્ડમાં સારું પ્રદર્શન કરશે. ફિલ્મને સોશિયલ મીડિયા પર ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ક્રિટિક્સ અને ઓડિયન્સ બધા આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે.

https://www.instagram.com/p/C0seuK0Ic-6/

આ પણ વાંચો : Salaar Review : પ્રભાસની ‘સાલાર’ સિનેમાઘરોમાં સુપરહિટ સાબિત થશે? વાંચો રિવ્યૂ

Advertisment

મહત્વનું છે કે, શાહરૂખ ખાનની 'પઠાણ'એ પહેલા દિવસે 57 કરોડની કમાણી કરી હતી. જ્યારે 'જવાન'એ 75 કરોડની ઓપનિંગ કરી હતી. 'ડંકી' આમાંથી ડંકી અડધી પણ કમાણી કરી શકી નથી. રાજ કુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની, ધર્મેન્દ્ર, સતીશ શાહ, વિક્રમ કોચર, અનિલ ગ્રોવર મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં વિકી કૌશલની એક્ટિંગની તમામલ લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ