Dunki Box Office Collection Day 3 : શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ સ્ટારર ડંકી રિલીઝ થયાને 3 દિવસ થઇ ગયા છે. આ ફિલ્મ બે દિવસમાં વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં હવે ‘ડંકી’નું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે. ટ્રેડ અહેવાલ અનુસાર, ‘ડંકી’ના દિવસના કલેક્શનમાં સારો ઉછાળો નોંધાયો છે.
સેકનિલ્કના પ્રારંભિક રિપોર્ટ પ્રમાણે, ડંકીએ ત્રીજા દિવસે એટલે કે શનિવારે લગભગ 25.5 કરોડ રૂપિયાનો બોક્સ ઓફિસ પર વેપાર કર્યો હતો. આ સાથે ડંકીનું ભારતમાં કુલ કલેક્શન ત્રણ દિવસમાં 74.82 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. મહત્વનું છે કે, ડંકી માત્ર 85 કરોડ રૂપિયાના બહુ ઓછા બજેટમાં બનેલી છે. જેમાં પબ્લીસિટી અને પ્રિંટના રૂપિયા જોડવામાં આવે તો 120 કરોડ રૂપિયા સુધી આંકડો પહોંચે છે.
નિર્માતાઓને ક્રિસમસ વીકએન્ડ પર ‘ડંકી’ના કલેક્શનમાં મોટો ઉછાળો આવવાની આશા છે. અનુમાનિત અહેવાલો અનુસાર, ‘ડંકી’ રવિવારે 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે. જો આ આંકડો સાચો નીકળશેતો ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. આ પછી ફિલ્મ સોમવારે ક્રિસમસની રજાઓનો લાભ લેશે. જોકે, આ ફિલ્મે વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
200 કરોડના ક્લબમાં સામેલ થવા માટે, ડંકી’ને મંગળવારથી શુક્રવાર સુધીના તેના કલેક્શનમાં ઝડપ વધારવાની જરૂર છે. ફિલ્મના આંકડાઓની ખરી કસોટી મંગળવારે ફિલ્મ ડબલ ડિજિટમાં ઓપનિંગ સાથે શરૂ થશે. જો કે આ ફિલ્મ એક ભાષામાં રિલીઝ થઈ છે, પરંતુ આ ફિલ્મ પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ને ટક્કર આપી રહી છે.
શાહરૂખ ખાનની ડંકીના પહેલા બે દિવસની કમાણીના આંકડાની વાત કરીએ તો ફિલ્મે ઓપનિંગ ડેના 29.2 કરોડ રૂપિયા જ્યારે બીજા દિવસે શુક્રવારે 20.12 કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજી બાજુ પ્રભાસની સાલાર ડંકી કરતા વધુ કમાણી કરી રહી છે. સાલાર 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. ત્યારે ફિલ્મ 145 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચૂકી છે.





