Dunki Box Office Collection Day 6 : ધીમી ગતિ સાથે શાહરૂખ ખાનની ડંકી 150 કરોડના આકડાંથી નજીક, ફિલ્મે છઠ્ઠા દિવસે કર્યું આટલું કલેક્શન

Dunki Box Office Collection Day 6 : શાહરૂખ ખાનની ફિલ્મ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. આવી સ્થિતિમાં ડંકીના છઠ્ઠા દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે. 'ડંકી' પ્રભાસ સ્ટારર 'સાલાર' સાથે સ્પર્ધા કરી રહી છે.

Dunki Box Office Collection Day 6 : શાહરૂખ ખાનની ફિલ્મ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. આવી સ્થિતિમાં ડંકીના છઠ્ઠા દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે. 'ડંકી' પ્રભાસ સ્ટારર 'સાલાર' સાથે સ્પર્ધા કરી રહી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Dunki | Dunki Box OFfice Collection Day 6 | Dunki Collection | Shah Rukh Khan

શાહરૂખ ખાનની ડંકીએ છઠ્ઠા દિવસે કર્યું આટલું કલેક્શન

Dunki Box Office Collection Day 6 : બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન (Shah Rukh Khan) માટે આ વર્ષ ખૂબ જ લકી સાબિત થયું છે. એક્ટર ચાર વર્ષ પછી 2023માં મોટા પડદા પર પરત ફર્યો છે. તેની ફિલ્મ 'પઠાણ' (Pathaan) વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. તે પછી 'જવાન' (Jawan) પણ સુપરહિટ થઇ હતી. હવે બાદશાહની 'ડંકી' સિનેમાઘરોમાં 21 ડિસેમ્બરે રિલીઝ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે.

Advertisment

મેકર્સને આશા બંધાઇ હતી કે આ ફિલ્મ પણ કિંગ ખાનની અન્ય બે ફિલ્મોની જેમ ઓપનિંગ કરશે, પરંતુ આ ફિલ્મે પહેલા દિવસે માત્ર 29.2 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ રિલીઝ થયાને છ દિવસ વીતી ગયા છે અને અત્યાર સુધીમાં ફિલ્મ ભારતમાં 140.20 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી હોવાના સમાચાર પ્રત્યક્ષ આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, 'ડંકી'એ પહેલા દિવસે 29.2 કરોડની કમાણી કરી હતી જ્યારે બીજા દિવસે ફિલ્મની કમાણીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ ફિલ્મે માત્ર 20.12 કરોડનો બિઝનેસ કર્યો હતો. જો કે ત્રીજા દિવસે કિંગ ખાન સ્ટારર ફિલ્મને શનિવારે ફાયદો મળ્યો અને ફિલ્મ 25.61 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી.

https://www.instagram.com/p/C1QzoJTIW40/

તો રવિવારે મોટી સંખ્યામાં લોકો ડંકી જોવા માટે આવ્યા હતા. તેથી ફિલ્મે 30.7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પાંચમા દિવસે ફિલ્મે 24.32 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને છઠ્ઠા દિવસે ફિલ્મ ઘટીને માત્ર 10.25 કરોડ રૂપિયા રહી ગઈ. જો કે, આ માત્ર પ્રારંભિક આંકડા છે.

Advertisment

આ પણ વાંચો : Salman Khan Birthday : સલમાન ખાન આટલી અભિનેત્રીઓ સાથે રહ્યો હતો રિલેશનશિપમાં, ભાઇજાન સંપત્તિમાં કપૂર ખાનદાનને પાછળ મૂકી દે છે

શાહરૂખ ખાનની આ ફિલ્મ પ્રભાસ સ્ટારર 'સલાર' સાથે ટક્કર આપી રહી છે. 'ડંકી'ના એક દિવસ પછી 'સાલાર' રિલીઝ થઈ હોવા છતાં, આ ફિલ્મે પહેલા જ દિવસે 'ડંકી' કરતાં ઘણી વધુ કમાણી કરી હતી. પાંચ દિવસમાં સાલારે ભારતમાં 270 મિલિયનથી વધુ બિઝનેસ કર્યો છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ