Dunki Advance Booking : શાહરૂખ ખાનની 'ડંકી'એ છપ્પરફાડ કમાણી કરી, ડંકીને સૌથી વહેલો શો મળીને સિનેમા હિસ્ટ્રી નોંધાવી

Dunki Advance Booking : શાહરુખ ખાનની આ વર્ષની ત્રીજી ફિલ્મ 'ડંકી' ટૂંક સમયમાં મોટા પડદા પર ધમાલ મચાવશે. ડંકી 21 ડિસેમ્બરે થિયેટરોમાં રીલીઝ થશે. રિલીઝથી પહેલા આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થઈ રહ્યું છે, જેમાં ફિલ્મ જોરદાર કમાણી કરી રહી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Dunki Advance Booking : શાહરુખ ખાનની આ વર્ષની ત્રીજી ફિલ્મ 'ડંકી' ટૂંક સમયમાં મોટા પડદા પર ધમાલ મચાવશે. ડંકી 21 ડિસેમ્બરે થિયેટરોમાં રીલીઝ થશે. રિલીઝથી પહેલા આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થઈ રહ્યું છે, જેમાં ફિલ્મ જોરદાર કમાણી કરી રહી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

author-image
mansi bhuva
New Update
Dunki | Dunki Movie | Dunki Advance Booking | Dunki Release Date | Shah Rukh khan

Dunki : શાહરૂખ ખાનની ડંકીએ એડવાન્સ બુકિંગમાં છપ્પરફાડ કમાણી કરી

Dunki Advance Booking : શાહરુખ ખાન (Shah Rukh Khan) ની આ વર્ષની ત્રીજી ફિલ્મ 'ડંકી' ટૂંક સમયમાં મોટા પડદા પર ધમાલ મચાવશે. ડંકી 21 ડિસેમ્બરે થિયેટરોમાં રીલીઝ થશે. રિલીઝથી પહેલા આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થઈ રહ્યું છે, જેમાં ફિલ્મ જોરદાર કમાણી કરી રહી હોવાના સમાચાર સામે આવ્યાં છે. કિંગ ખાનની મુવીને સેંસર બોર્ડ તરફથી લીલી ઝંડી મળી ગઇ છે. ત્યારે ડંકીને સૌથી વહેલો શો મળીને સિનેમા હિસ્ટ્રી નોંધાવી છે.

Advertisment

પ્રથમ દિવસે 'ડંકી'ની એડવાન્સ બુકિંગમાં 37 હજારથી વધારે ટિકિટો વેચાઇ હતી. તેથી કુલ 1 કરોડથી વધુ કમાણી થઇ છે. સેકનિસ્કના રિપોર્ટ અનુસાર, ડંકીએ 4.45 કરોડ રૂપિયાનું કલેકશન કર્યું છે. મહત્વનું છે કે, સાઉથ સુપરસ્ટાર પ્રભાસની સાલાર પણ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેથી 'સાલાર'એ એડવાન્સ બુકિંગમાં જોરદાર કમાણી કરી છે. સાલારએ અત્યાર સુધીમાં કુલ 3.58 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આવી સ્થિતિમાં બંને ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર મહાકલેશ તેવું લાગી રહ્યું છે.

ડંકીના બજેટની વાત કરીએ તો રાજકુમાર હિરાની ફિલ્મ માત્ર 85 કરોડ રૂપિયામાં બનાવાય હોય તેવા અહેવાલ છે. જ્યારે પ્રભાસની સાલાર 400 કરોડના મેગા બજેટમાં નિર્માણ પામી છે. ત્યારે બંને ફિલ્મમાંથી કોણ કોને માત આપીને બોક્સ ઓફિસ પર બાજી મારે છે તે જોવું હવે દિલચસ્પ છે.

આ પણ વાંચો : John Abrahm : ડૂબવાના કગાર પર હતું જોન અબ્રાહ્મનું કરિયર, પછી આ ફિલ્મમાં શાહરૂખ ખાન સામે લીધો પંગો અને મળી 1000 કરોડની હિટ

Advertisment

રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'ડંકી' મિત્રોના એક ગ્રુપની સ્ટોરી છે જે બીજા દેશમાં જવા માટે ચોર રસ્તો અપનાવે છે. પરંતુ તે પછી તેમને ઘરે પરત આવવા માટે ખૂબ સંઘર્ષ કરવું પડે છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુએ લીડ એક્ટ્રેસનો રોલ અદા કરી રહી છે. ફિલ્મના ત્રણ ગીત 'લટ-પુટ ગયા', 'નિકલે ધ કભી હમ ઔર સે' અને 'ઓ માહી' રિલીઝ થયા છે, જેમાં શાહરૂખ અને તાપસીની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળે છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મ જોવા લાયક છે અને હાલમાં લોકોને વિદેશનો ક્રેઝ છે તેના પર આધારિત છે.

celebrities મનોરંજન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ શાહરૂખ ખાન