Dunki Movie : શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ડંકીની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા. ત્યારે હવે ડંકી આજે 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ડંકીનો પહેલો શો 5.54નો હતો. ત્યારે પાંચ પોઇન્ટમા જાણો તમારે ડંકી શું કામ જોવી જોઇએ?
શાહરૂખ ખાનએ ડંકીને લઇને વધુ પ્રચાર કર્યો નથી. પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે સંપર્કમાં રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કિંગ ખાને આ સ્ટ્રેટેજી ‘જવાન’ અને ‘પઠાણ’ સમયે પણ અપનાવી હતી.
‘પઠાણ’ અને ‘જવાન’ ફિલ્મોએ રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ‘ડંકી’ બોક્સ ઓફિસ પર પણ ઈતિહાસ રચશે. ફિલ્મ ‘ડંકી’ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
ડંકીનું એડવાન્સ બુકિંગ ફિલ્મ રિલીઝના એક સપ્તાહ પહેલા શરૂ થઇ ગયું હતું. આવી સ્થિતિમાં ફિલ્મે અત્યાર સુધીમાં 4,68,384 ટિકિટ વેચી અને 13.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કિંગ ખાનની ડંકીની સીધી ટક્કર સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલાર’ સાથે છે. સાલાર આવતીકાલે 22 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
ડંકી ફિલ્મ શા માટે જોવી જોઈએ?
‘ડિંકી’નું નિર્દેશન રાજકુમાર હિરાણીએ કર્યું છે. ફિલ્મ નિર્માતા તેની બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતા છે. તેઓએ બેક-ટુ-બેક 5 સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે 2003માં ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’, તેની સિક્વલ ‘લગે રહો મુન્નાભાઈ’, ‘3 ઈડિયટ્સ’, ‘પીકે’, ‘સંજુ’ 2009માં આવી, જે હિરાણીની સતત પાંચ સુપરહિટ ફિલ્મો છે. ડંકી પણ રાજકુમાર હિરાણીના માર્ગદશર્ન હેઠળ બનેલી ફિલ્મ છે, જે બ્લોકબસ્ટર બની શકે છે.
2 ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય તાપસી પન્નુ, બોમન ઈરાની, સતીશ શાહ, દિયા મિર્ઝા અને વિકી કૌશલ જોવા મળશે. તમારે પણ આ ફિલ્મ તેની ઉત્તમ કાસ્ટ માટે જોવી જોઈએ.
3 ‘ડંકી’ના ગીતો ખૂબ જ સોલિડ છે, જે દર્શકોના દિલ જીતી રહ્યા છે. આ સિવાય જે બાબત ફિલ્મને સારી બનાવે છે તે તેની સ્ટોરી અને કોમેડી છે.
4 ‘ડિંકી’માં શાહરૂખ ખાન લીડ રોલમાં છે. કિંગ ખાન તેની જબરદસ્ત ફિલ્મો માટે જાણીતો છે. કિંગ ખાનની આ વર્ષની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેની ‘પઠાણ’ અને ‘જવાન’ બ્લોકબસ્ટર રહી હતી. તેવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ‘પઠાણ’ અને ‘જવાન’ની જેમ તેમની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે, તેથી જો તમે કિંગ ખાનના ફેન છો તો તમારે શાહરૂખ ખાનની આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.
ડંકીની સાલર સાથે ટક્કર
રિપોર્ટ્સ અનુસાર, ‘ડંકી’ પહેલા દિવસે 32-35 કરોડની કમાણી કરી શકે છે. ડંકી રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત છે અને ગૌરી ખાન દ્વારા નિર્મિત છે, અભિજાત જોશી, રાજકુમાર હિરાણી અને કનિકા ધિલ્લોન દ્વારા લખાયેલ છે. ‘ડિંકી’ની સાથે પ્રભાસની ‘સાલાર પાર્ટ 1 સીઝફાયર’ પણ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે. ડંકી અને સાલારના ટ્રેલરને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે એ જોવું રસપ્રદ છે કે કોણ કોને માત આપીને દર્શકોના દિલ પર રાજ કરે અને ફિલ્મ કેટલી કમાણી કરી શક્શે.





