Dunki Teaser : શાહરૂખ ખાને બર્થડે પર ચાહકોને આપી ભેટ, ડંકીનું મજેદાર ટીઝર રિલીઝ

Dunki Teaser : વર્ષ 2023 શાહરૂખ ખાનના નામે છે. તેવામાં કિંગ ખાનની ડંકી પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ વચ્ચે ડંકીનું ધમાકેદાર ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

Dunki Teaser : વર્ષ 2023 શાહરૂખ ખાનના નામે છે. તેવામાં કિંગ ખાનની ડંકી પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ વચ્ચે ડંકીનું ધમાકેદાર ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Dunki Teaser| Shah Rukh Khan Birthday| Shah Rukh Khan| Dunki Release Date

શાહરૂખ ખાનના બર્થડે પર ડંકીનું ટીઝર રિલીઝ

Dunki Teaser: આજે 2 નવેમ્બરે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાનો 58મો જન્મદિવસ (Shah Rukh Khan Birthday) ઉજવી રહ્યો છે. આ તકે કિંગ ખાને ચાહકોને મોટી આપી છે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.'પઠાણ' અને 'જવાન'ની સુપર સક્સેસ બાદ તેની આગામી ફિલ્મ ડંકીની પહેલી ઝલક સામે આવી છે. રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી આ બહુપ્રતિક્ષિત ફિલ્મનું ટીઝર હવે ચાહકોની સામે છે.

Advertisment

રાજકુમાર હિરાણીના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ ડંકી 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. વર્ષની શરૂઆતમાં પઠાણ, મધ્યમાં જવાન અને અંતે ડંકી સાથે, કિંગ ખાન 2023ને ધમાકેદાર રીતે અલવિદા કહેવા જઈ રહ્યો છે. વર્ષ 2023 શાહરૂખ ખાનના નામે થઇ ગયું છે. તાપસી પન્નુ ડંકીમાં શાહરૂખની લીડિંગ લેડી છે.

આ પહેલીવાર હશે જ્યારે ચાહકો આ બંને કલાકારોને સિલ્વર સ્ક્રીન પર એકસાથે જોશે. ફિલ્મમાં દિયા મિર્ઝા, ધર્મેન્દ્ર, બોમન ઈરાની, સતીશ શાહ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કાજોલ અને વિકી કૌશલ કેમિયો રોલમાં જોવા મળશે.

Advertisment

ડંકીની સ્ટોરી

આ ફિલ્મમાં ચાર મિત્રોની વાર્તા દર્શાવવામાં આવી છે જેઓ ઈંગ્લેન્ડ જવાનું સપનું જોઈ રહ્યા છે. તે વિદેશ જવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. શાહરૂખ ખાને પોતાના આ મિત્રોને લંડન લઈ જવાની જવાબદારી લીધી છે. ડંકી પ્રેમ અને મિત્રતાની ઉજવણી કરે છે. ટીઝરમાં ઘણા મજેદાર તત્વો જોઈ શકાય છે. ફિલ્મના પાત્રો એકદમ કલરફુલ છે.

સેલિબ્રિટી બર્થ ડે શાહરૂખ ખાન ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ