Dunki Trailer : શાહરૂખ ખાનની ડંકીનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ, મિત્રતા સાથે ‘ડંકી ડ્રોપ 4’માં બેમિસાલ દેશ પ્રેમ જોવા મળ્યો, જુઓ ટ્રેલર

Dunki Trailer : શાહરૂખ ખાનની બહુચર્ચિત ફિલ્મ 'ડંકી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે. ડંકીનું ડ્રોપ 1, 2 અને 3 જોઈને એવું લાગતું હતું કે આ ફિલ્મ એવા ચાર મિત્રોની વાર્તા છે જેઓ વિદેશ જવા માગે છે, પરંતુ ડંકી ડ્રોપ 4 કંઇક અલગ કહાણી દર્શાવે છે.

Written by mansi bhuva
December 05, 2023 12:39 IST
Dunki Trailer : શાહરૂખ ખાનની ડંકીનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ, મિત્રતા સાથે ‘ડંકી ડ્રોપ 4’માં બેમિસાલ દેશ પ્રેમ જોવા મળ્યો, જુઓ ટ્રેલર
શાહરૂખ ખાનની ડંકીએ છઠ્ઠા દિવસે કર્યું આટલું કલેક્શન

Dunki Drop 4 Trailer : લાંબી રાહ જોયા બાદ આખરે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની બહુચર્ચિત ફિલ્મ ‘ડંકી’નું ટ્રેલર (Dunki Trailer) રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે. ડંકીનું ડ્રોપ 1, 2 અને 3 જોઈને એવું લાગતું હતું કે આ ફિલ્મ એવા ચાર મિત્રોની વાર્તા છે જેઓ વિદેશ જવા માગે છે, પરંતુ ડંકી ડ્રોપ 4 કંઇક અલગ કહાણી દર્શાવે છે.

ડંકીનું ટ્રેલર 3 મિનિટ અને 1 સેકેન્ડનું છે. ડંકીના ટ્રેલરની શરૂઆત શાહરૂખ ખાન ટ્રેનના દરવાજે ઉભેલા સાથે થાય છે. ટ્રેલરમાં શાહરૂખ ખાન પંજાબના હાર્ડિ ગામ પહોંચે છે. જ્યાં તે મનુ, સુખી, બગ્ગુ અને બલ્લુને મળે છે. ડંકીમાં વર્ષ 1995ની કહાની દર્શાવવામાં આવી છે. તે સમયગાળામાં દરેક વ્યક્તિ બહાર જઈને તેમના સપના પૂરા કરવા અને તેમના પરિવારને સારું જીવન આપવા માંગતા હતા.

ડંકીના ટ્રેલરમાં એક જ ફ્રેમમાં અનેક અલગ-અલગ લાગણીઓને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તે પછી પોતાના સપના હોય, મિત્રતા હોય, પ્રેમ હોય કે પછી દેશ પ્રત્યેનો પ્રેમ. આ સાથે ટ્રેલરના અંતમાં શાહરૂખ ખાન સરહદ વિસ્તારમાં લડાઇ કરતો બતાવવામાં આવ્યો છે.

તદ્ઉપરાંત શાહરૂખ ખાનનો વૃદ્ધ અવતાર પણ બતાવવામાં આવ્યો છે, જે આખી કહાની સંભળાવી રહ્યો છે.ડંકીના દિગ્દર્શક રાજકુમાર હિરાણી તેમની અસાધારણ ફિલ્મો માટે જાણીતા છે. હવે ફરી એકવાર તે ચાહકોને એક અદ્ભૂત સફર પર લઇ જવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ડંકી ડ્રોપ 1 શાહરૂખ ખાનના જન્મદિવસ પર રિલીઝ કરાયો હતો. આ પછી ‘ડંકી’ ડ્રોપ 2 માં અરિજિત સિંહના સુરીલા અવાજનું નામ ‘લટ પુટ ગયા’ હતું. ‘ડિંકી’ ડ્રોપ 3માં સોનુ નિગમના અવાજમાં ‘નિકલે થે કભી હમ ઘર સે’ હૃદય સ્પર્શી ગીત રજૂ કરવામાં આવ્યું હતું. હવે ડ્રોપ 4એ સુંદર ટ્રેલર બતાવ્યું.

આ પણ વાંચો : TMKOC : શું લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બંધ થશે? અસિત મોદીએ કહ્યું, “અમે દયાનું પાત્ર…

ડંકી ડ્રોપ 4 જોયા પછી એવું કહી શકાય કે, ‘ડંકી’ માત્ર એક ફિલ્મ નથી, આ એક અદ્ભુત અનુભવ છે, જે દુનિયાભરના દર્શકોના દિલ પર અમીટ છાપ છોડવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુ, બોમન ઈરાની, વિકી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર સ્ક્રીન મહત્વની ભૂમિકામાં નજર આવશે. ડંકી Jio સ્ટુડિયો, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને રાજકુમાર હિરાણી ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત, ‘Dinki’ 1 ડિસેમ્બર 2023ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ