Dunki Trailer Review : ‘પઠાણ’ અને ‘જવાન’ની શાનદાર સફળતા બાદ શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ડંકી’ને લઈને ચર્ચામાં છે. કિંગ ખાનના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા ડ્રોપ 1 ડંકી ડ્રોપ 1 ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જે બાદ આ ફિલ્મ જોવાની ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ હતી. આ વચ્ચે મેકર્સે ગઇકાલે 5 ડિસેમ્બરે ડંકીનું ટ્રેલર રિલીઝ કરી દીધું હતું. ડંકી ડ્રોપ 4 જોયા પછી લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ડંકીનું ટ્રેલર જોઇને લોકોના રૂંવાડા ઉભા થઇ ગયા હતા. ‘ડંકી’માં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની મહત્વની ભૂમિકા નિભાવતાજોવા મળી રહ્યા છે. ડંકી ડ્રોપ 4માં શાહરૂખ ખાનની સાથે આ ત્રણેય કલાકારોએ ચાહકો પર પોતાનો જાદુ ચલાવ્યો છે.
ડંકીનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ લોકોએ ટ્વિટર પર પોતાના મંતવ્યો આપવાનું શરૂ કરી દીધું હતું. ડંકી ડ્રોપ 4 જોયા પછી કેટલીક બાબતો લોકોને પરેશાન કરી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે.
શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’માં 4 મિત્રોની કહાની દર્શાવવામાં આવી છે, જે વિદેશ જવા માંગે છે. પરંતુ કોઈને અંગ્રેજી બરાબર આવડતું નથી. આ કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આ સમસ્યાઓથી હાર્યા બાદ સુખી (વિકી કૌશલ) મોતને ભેટે છે.
આ પછી ફિલ્મમાં એક્શન શરૂ થાય છે. આ ફિલ્મનું 3 મિનિટ 21 સેકન્ડનું ટ્રેલર શાનદાર છે. જેમાં વિદેશ જવાની ઈચ્છા તેને હાથમાં બંદૂક ઉઠાવવા માટે મજબૂર કરે છે. લોકોને ફિલ્મની સ્ટોરી ખૂબ જ પસંદ આવી રહી છે. ટ્રેલરમાં શાહરૂખ ખાનના બે લૂક જોઈ શકાય છે.
ફિલ્મ ‘ડિંકી’નું ડ્રોપ-4 ટ્રેલર જોયા પછી કેટલાક લોકોને ફિલ્મની વાર્તા પસંદ આવી રહી છે તો કેટલાક લોકોને તેમાં ખામીઓ પણ લાગી રહી છે. એક યુઝરે લખ્યું, ‘આ શાહરૂખ ખાનના લાલ સિંહ ચઢ્ઢા જેવો લાગે છે. હવે અપેક્ષાઓ માત્ર રાજકુમાર હિરાણી પાસેથી જ છે. એક યુઝરે લખ્યું કે ‘ટ્રેલર સંપૂર્ણ બકવાસ છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે ‘આ રાજ કુમાર હિરાણીના કરિયરની સૌથી ડિઝાસ્ટર ફિલ્મ હશે.’ તો બીજા એક યુઝરે લખ્યું, શાહરૂખ ખાન ‘કેટલો વિચિત્ર રીતે બોલી રહ્યો છે, આ કેટલું બેકાર છે.’ ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની બોલવાની સ્ટાઈલ મોટાભાગના લોકોને પસંદ આવી નથી.
કેટલાક લોકોને ડિંકીનું ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. એક યુઝરે લખ્યું, ‘ઓલ ટાઈમ બ્લોકબસ્ટર મટિરિયલ.’ કિંગ ખાન આ વર્ષનો અંત ત્રણ બ્લોકબસ્ટર સાથે કરશે. એક યુઝરે લખ્યું, ‘સૌથી શ્રેષ્ઠ હજુ આવવાનું બાકી છે, રાજકુમાર હિરાણીના વાઇબ્સ આવી રહ્યા છે.’ એક યુઝરે લખ્યું કે આ ફિલ્મમાં હાસ્ય, એક્શન, ઈમોશન, કોમેડી અને મિત્રતા બધું જ છે. એક યુઝરે લખ્યું, ‘એક્શન માટે પૂરતું… વર્ષના અંતમાં થોડું ક્લાસિક હશે.’ મહત્વનું છે કે, ડંકી 21 ડિસેમ્બરથી સિનેમાઘરોમાં ધમાલ મચાવશે.