Dunki Vs Salaar Advace Booking : શાહરૂખ ખાનએ આ વર્ષે 2023માં બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી.’પઠાણ’ જે જાન્યુઆરી, 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1050 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે’જવાન’ સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ હતી, જેણે 1150 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં હવે કિંગ ખાનની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ 21 ડિસેમ્બરે રિલીઝ થશે, જે બોક્સ ઓફિસ પર પ્રભાસની ‘સાલાર’ સાથે ટક્કર કરશે. પ્રભાસની ‘સાલાર’ 22 ડિસેમ્બરે રિલીઝ થશે. આવા સંજોગોમાં બંને ફિલ્મોનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને આમાં ‘બાહુબલી’ સ્ટાર ‘પઠાણ’પર ભારે પડતો જોવા મળે છે. વિદેશમાં ‘સાલાર’નો ડંકો વાગતો જોવા મળી રહ્યો છે.
શાહરૂખ ખાનની ‘ડંકી’ અને પ્રભાસની ‘સાલાર’ના એડવાન્સ બુકિંગના રિપોર્ટ્સ પર નજર કરીએ તો તે જોતા એક વાત સ્પષ્ટપણે જોવા મળે છે કે બંને ફિલ્મોના કલેક્શન પર જોરદાર અસર થવાની છે. તેમનું એડવાન્સ બુકિંગ માત્ર ઓવરસીઝ માર્કેટિંગ માટે સીમિત છે. તેનું ડોમેસ્ટિક બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે. જો કે વિદેશમાં ફિલ્મોના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 4.70 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ડંકીએ અમેરિકામાં આશરે રૂ. 1.5 કરોડનો બિઝનેસ કર્યો છે અને યુકેમાં રૂ. 56 લાખની કમાણી કરી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયામાંથી એડવાન્સ બુકિંગ દ્વારા 1 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે.
આ સાથે પ્રભાસની ‘સલાર’ની એડવાન્સ બુકિંગ પર નજર કરીએ તો એડવાન્સ બુકિંગમાં તેણે 9.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે અમેરિકામાં 6.2 કરોડ રૂપિયા અને ઓસ્ટ્રેલિયામાં લગભગ 1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે, સાલાર થિયેટરોમાં ‘ડંકી’ રિલીઝ થયાના એક દિવસ પછી એટલે કે 22 ડિસેમ્બરે રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેરળમાં તેનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર તેને અહીં 300 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. આમાં પ્રભાસની સાથે અભિનેત્રી શ્રુતિ હાસન ફીમેલ લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય પૃથ્વીરાજ સુકુમારન પણ આમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
શાહરૂખ ખાને આ વર્ષે બે હિટ ફિલ્મો આપી છે. તેની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ને લઈને પણ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. મહત્વનું છે કે, શાહરૂખ ખાન અને પ્રભાસ બંનેની ફેન ફોલોઈંગ વિશાળ છે. આ વર્ષે બોક્સ ઓફિસ પર પ્રભાસની અસર બહુ જોવા મળી નથી. તેણે ‘આદિપુરુષ’ જેવી ફ્લોપ ફિલ્મ આપી, જેમાં તેની ખૂબ ટીકા થઈ. આવી સ્થિતિમાં, તેના ચાહકો અને વિવેચકોને ‘સાલાર’ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેવામાં હવે બોક્સ ઓફિસ પર કોણ કોને માત આપે છે તે જોવું દિલચસ્પ રસપ્રદ રહેશે.