Dunki Vs Salaar : શાહરૂખ ખાન અને પ્રભાસમાંથી કોણ સૌંથી મોંઘો સ્ટાર છે? જાણો સિતારાઓએ કેટલી ફી લીધી?

Dunki Vs Salaar : ડંકી અને સાલારના ક્રેઝનો અંદાજ સોશિયલ મીડિયા પરથી લગાવી શકાય છે. રિલીઝ પહેલા જ શાહરૂખ ખાનની આ વર્ષની ત્રીજી મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'ડંકી' અને પ્રભાસની ડાર્ક ડિસ્ટોપિયન ડ્રામા 'સલાર' વચ્ચે જોરદાર કલશ છે.

Written by mansi bhuva
December 20, 2023 12:07 IST
Dunki Vs Salaar : શાહરૂખ ખાન અને પ્રભાસમાંથી કોણ સૌંથી મોંઘો સ્ટાર છે? જાણો સિતારાઓએ કેટલી ફી લીધી?
શાહરૂખ ખાન અને પ્રભાસમાંથી કોણે ડંકી અને સાલાર માટે સૌથી વધુ ફી લીધી?

Dunki Vs Salaar : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ડંકી’ને લઈને સતત ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ડંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ત્યારે ‘ડંકી’ (Dunki) ની સાથે સાઉથના સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) ની ફિલ્મ ‘સાલાર’ ((Salaar) પણ રિલીઝ થવા જઈ રહી છે. એડવાન્સ બુકિંગમાં બંને ફિલ્મોને ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. ડંકી અને સાલાર વચ્ચે જોરદાર ટક્કર છે. આ અહેવાલમાં જાણો શાહરૂખ ખાન અને પ્રભાસમાંથી કોણ મોંઘો સ્ટાર છે?

ડંકી અને સાલારના ક્રેઝનો અંદાજ સોશિયલ મીડિયા પરથી લગાવી શકાય છે. રિલીઝ પહેલા જ શાહરૂખ ખાનની આ વર્ષની ત્રીજી મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘ડંકી’ અને પ્રભાસની ડાર્ક ડિસ્ટોપિયન ડ્રામા ‘સલાર’ વચ્ચે જોરદાર કલશ છે. એડવાન્સ બુકિંગમાં બંને ફિલ્મના નિર્માતાઓએ બંપર કમાણી કરી છે.

‘સાલાર’નું નિર્દેશન ‘KGF’ ફેમ ડિરેક્ટર પ્રશાંત નીલે કર્યું છે, જ્યારે ‘ડંકી’ને રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરી છે. આ રીતે વર્ષના અંતિમ દિવસોમાં બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાન સામે પ્રભાસની ટક્કર થવાની છે.

શાહરૂખ ખાને ‘ડંકી’ માટે કેટલી ફી લીધી?

‘ડંકી’માં શાહરૂખ ખાન લીડ રોલમાં છે. આમાં એક્ટરે ‘હાર્ડી’ની ભૂમિકા ભજવી છે. આ પહેલા અભિનેતા વિશે એવા સમાચાર હતા કે ‘પઠાણ’ અને ‘જવાન’ હિટ થયા બાદ તેણે પોતાની ફી વધારી દીધી છે અને આ માટે તેણે 100 કરોડ રૂપિયા લીધા છે, પરંતુ રિપોર્ટ્સ અનુસાર ખરેખર એક્ટરે 29 કરોડ રૂપિયા લીધા છે.

પ્રભાસે સાલાર માટે કેટલો ચાર્જ લીધો?

પ્રભાસે ‘સલાર’ માટે લગભગ 100 કરોડ રૂપિયા ફી લીધી હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. એટલું જ નહીં, ફિલ્મના નફામાં પણ તેનો હિસ્સો હશે અને આ હિસ્સો લગભગ 10 ટકા હશે. સાલાર 22 ડિસેમ્બરે થિયેટરોમાં ધૂમ મચાવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ