દશેરા 2025 । આ વર્ષે દિલ્હીની ભવ્ય રામલીલા વધુ ખાસ બનશે કારણ કે બોલિવૂડ સ્ટાર બોબી દેઓલ (Bobby Deol) આ ઉજવણીમાં જોડાવવા માટે તૈયાર છે. તાજેતરના અહેવાલો અનુસાર, લવ કુશ રામલીલા સમિતિ દ્વારા બોબીને 2 ઓક્ટોબરના રોજ ઐતિહાસિક લાલ કિલ્લાના મેદાનમાં રાવણના પુતળાના પ્રતીકાત્મક દહન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
બોબી દેઓલ દશેરા ઇન્વિટેશન (Bobby Deol Dussehra Invitation)
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, બોબી દેઓલે તાજેતરમાં લવ કુશ રામલીલા સમિતિનું આમંત્રણ સ્વીકાર્યું છે અને તેથી તે 2 ઓક્ટોબરે દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં યોજાનારા દશેરા ઉત્સવમાં જોડાશે. આ ઉજવણીમાં અભિનેતા રાવણના પૂતળાનું પ્રતીકાત્મક વધ, રાવણ દહન કરશે.
આયોજકો સાથે શેર કરાયેલા એક વીડિયોમાં, બોબીએ આ પ્રતિષ્ઠિત પરંપરાનો ભાગ બનવા બદલ ખુશી વ્યક્ત કરી છે. “દિલ્લી કી રામલીલા મેં ઇસ બાર મૈ આ રહા હૈ… તો મિલતે હૈં દશેરા પર.” બોબી દેઓલની હાજરીથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની અપેક્ષા છે, સામાન્ય રીતે લાખો લોકો આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભેગા થાય છે.
રામલીલા સમિતિના પ્રમુખ અર્જુન કુમારે જણાવ્યું હતું કે, “બોબી દેઓલની ભાગીદારી આ દશેરાને વધુ ભવ્ય અને યાદગાર બનાવવાની અપેક્ષા છે.”
લવ કુશ રામલીલા (Love Kush Ramlila)
લાલ કિલ્લા પર યોજાતી લવ કુશ રામલીલા દેશની સૌથી પ્રતિષ્ઠિત રામલીલાઓમાંની એક છે, જે પૌરાણિક કથાઓને આધુનિક ભવ્યતા સાથે જોડે છે અને દિલ્હી અને તેની બહારના દર્શકોને આકર્ષે છે. આ વર્ષે બોબી દેઓલ સ્ટાર ગેસ્ટ તરીકે ઉપસ્થિત હોવાથી, આયોજકો માને છે કે રાવણના પ્રતીકાત્મક વધમાં સિનેમેટિક સ્ટાઇલનોએક્સ્ટ્રા ડોઝ હશે. દુર્ગા પૂજાનો દસમો દિવસ, વિજયાદશમી, દશેરા અથવા દશહરા તરીકે પ્રખ્યાત છે.
બોબી દેઓલ મુવીઝ (Bobby Deol Movies)
રેસ 3 માં સહાયક ભૂમિકા સાથે બોબી દેઓલની કારકિર્દીમાં એક વળાંક આવ્યો, જેના કારણે તે ટૂંક સમયમાં MX પ્લેયરની હિટ ફિલ્મ “આશ્રમ” માં મુખ્ય ભૂમિકામાં આવી ગયો. આ શ્રેણીએ તેને ફરીથી ચર્ચામાં લાવ્યો, અને ત્યારથી તેનું પુનરુત્થાન વધુ મજબૂત બન્યું છે. તાજેતરમાં, બ્લોકબસ્ટર “એનિમલ” માં તેના ભયાનક પાત્રને કારણે તેને વ્યાપક પ્રશંસા મળી. આ અભિનેતા આર્યન ખાનની સિરીઝ “ધ બેડ્સ ઓફ બોલિવૂડ” સાથે સફળતાનો અનુભવ કરી રહ્યો છે.





