Eid 2024 Salman Khan Sikandar Movie : બોલિવૂડના ભાઇજાન સલમાન ખાને ઇદ 2024ની શુભેચ્છા સાથે એક મોટી ઘોષણા કરી છે. ભાઇજાને ઇદ પર ચાહકોને ભેટ આપી છે. સલમાન ખાને અપકમિંગ મુવી ઇદ પર રિલીઝ થશે તેવું એલાન કરી ફેન્સનો દિવસ બનાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, ઇદ પર લગભગ સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થાય છે. પરંતુ એવું પહેલીવાર બન્યું કે ઇદ 2024 પર તેની એકેય ફિલ્મ રિલીઝ થઇ નથી. અત્યાર સુધીમાં સલમાન ખાનની ઇદ પર દબંગ બજરંગી ભાઇજન, સુલતાન આ તમામ ફિલ્મોએ રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી.
હવે સલમાન ખાન અપકમિંગ ફિલ્મ ‘સિકંદર’ સાથે ઇદ 2025ના ધમાલ મચાવશે. સિકંદર મુવી ફેમસ પ્રોડ્યુસર સાજીદ નાડિયાવાલા અને ડાયરેકટર એ.આર.મુર્ગદાસના માર્ગદર્શ હેઠળ બનશે. સલમાન ખાને ઇદ પર આ જાહેરાત કરીને ફેન્સની ઇદ સ્પેશિયલ બનાવી દીધી છે. તેઓનું માનવું છે કે, સિકંદર ફિલ્મ એક સિનેમેટિક સ્પેક્ટિકલ થશે.
સલમાન ખાને આ ખુશખબરી પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આપી હતી. સલમાન ખાને કેપ્શનમાં લખ્યું કે, ‘આ ઇદ બડે મિયાં છોટે મિયાં ઇને મેદાન જુઓ, અગલી ઇદ સિંકદર સે મિલો. બધાને ઇદ મુબારક’.
અહેવાલ અનુસાર, સિકંદર ફિલ્મ એક્શન સીન અને પાવરફૂલ સોશિયલ મેસેજથી ભરપૂર હશે. સલમાન ખાન છેલ્લે ફિલ્મ ટાઇગર 3માં જોવા મળ્યો હતો. જે લોકોને કંઇ ખાસ પસંદ આવી ન્હોતી.





