Ek Deewane Ki Deewaniyat Review | હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane) અને સોનમ બાજવા (Sonam Bajwa) અભિનીત એક દીવાને કી દીવાનીયાત (Ek Deewane Ki Deewaniyat) આજે, 21 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ એક ઉત્કટ પ્રેમકથા પર આધારિત છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ દર્શકો તેના પર ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપી રહ્યા છે. અહીં જાણો મુવી જોવી કે નહિ?
હર્ષવર્ધન રાણે અગાઉ તીવ્ર લવ સ્ટોરી “સનમ તેરી કસમ” માં દેખાયો હતો, જ્યાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હવે તે સમાન રોમેન્ટિક ડ્રામા, “એક દીવાને કી દીવાનીયાત” સાથે પાછો ફર્યો છે અને ચાહકો તેને જોવા માટે ઉત્સાહિત છે.
એક દીવાને કી દીવાનિયત રીવ્યુ (Ek Deewane Ki Deewaniyat Review)
એક દીવાને કી દીવાનિયત ફેમસ ટ્રેડ એનાલિસ તરણ આદર્શે “એક દીવાને કી દીવાનીયાત” ને પોઝિટિવ રીવ્યુ આપ્યા છે. તેમણે કહ્યું “તે નાટક અને મ્યુઝિકથી ભરપૂર છે, અને તે પ્રેમ, પીડા અને જુસ્સાથી ભરેલી એક અવશ્ય જોવા જેવી ફિલ્મ છે.” તેમણે એમ પણ લખ્યું કે હીરોનો જુસ્સો દર્શકોને ફિલ્મ “ડર” ની યાદ અપાવશે.
બીજા એક યુઝરે લખ્યું કે “એક દીવાને કી દીવાનીયાત” એક તીવ્ર મ્યુઝિક લવ સ્ટોરી છે પરંતુ તે “ઓવરડ્રામેટિક અને અનુમાનિત” છે. તેણે પહેલા પાર્ટની પ્રશંસા કરી પરંતુ કહ્યું કે બીજો પાર્ટ કંટાળાજનક લાગ્યો હતો.
એક દર્શકે લખ્યું કે ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક મનમોહક હતા, જ્યારે અન્ય લોકોને ડાયલોગ ખાસ આકર્ષક લાગ્યા હતા. જોકે અન્ય લોકોએ ડાયલોગને “જૂના જમાનાના અને કર્કશ” પણ કહ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક યુઝરે લખ્યું કે હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવા વચ્ચેની કેમેસ્ટ્રી અદ્ભુત હતી.
એક દીવાને કી દીવાનિયત મુવી જોવી કે નહિ?
બીજા એક યુઝરે ‘એક દીવાને કી દીવાનીયાત’ પર પોતાનો અભિપ્રાય આપતા લખ્યું, “નબળા પહેલા પાર્ટ પછી, બીજા ભાગમાં થોડો સુધારો થયો છે. હર્ષ અને સોનમની એકટિંગ સારી છે.