/indian-express-gujarati/media/media_files/2026/01/16/ek-din-poster-2026-01-16-17-27-10.jpg)
Ek Din Teaser Release: એક દિન મૂવીમાં સાઈ પલ્લવી અને જુનેદ ખાનની લવ સ્ટોર જોવા મળશે. Photograph: (Express)
Ek Din Teaser Release : સાઈ પલ્લવી એક દિન મૂવી સાથે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કરવા તૈયાર છે. સાઈ પલ્લવીની પ્રથમ બોલીવુડ મૂવી એક દિનનું ટ્રેલર રિલીઝ થયું છે. એક દિન મૂવીમાં સાઈ પલ્લવી સાથે આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન છે. આ મૂવીમાં સાઈ પલ્લવી લીડ રોલમાં છે. સાંઈ અને જુનેદની જાદુઈ કેમિસ્ટ્રી લોકોને પ્રભાવિત કરી રહી છે.
સાઈ પલ્લવીની પ્રથમ બોલીવુડ મૂવી
એક દિન ફિલ્મના ટીઝરની વાત કરીયે તો, આ એક લવ સ્ટોરી મૂવી છે - એકદમ જાદુ, સોફ્ટ અને ક્લાસિક. આમિર ખાન પ્રોડક્શન્સની ફિલ્મ 'એક દિન'માં સાંઈ પલ્લવી અને જુનૈદ ખાનની ક્યૂટ, લવલી અને ફ્રેશ જોડી છે. ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવ્યું હતું જેનાથી ચાહકોનો ઉત્સાહ વધ્યો હતો.
શિયાળાની ઠંડીમાં સુંદરતાથી સજ્જ 'એક દિન'નું ટીઝર હૃદયસ્પર્શી સંવાદો અને આરામદાયક, મીઠી ધૂનથી શરૂ થાય છે. તે પ્રેમ અને સંબંધ ફેલાવતી વાર્તાની લાગણી આપે છે.
સાઈ પલ્લવી અને જુનૈદ ખાનની તાજી ઓન-સ્ક્રીન જોડી તેમની મનમોહક કેમિસ્ટ્રીથી સ્ક્રીન પર જાદુ ફેલાવે છે. સાઇ પલ્લવી તેની ગ્રેસ, ડેપ્થ અને સાદગી સાથે જોવા મળે છે, જ્યારે જુનૈદ ખાન આ રોમાન્સને આત્મવિશ્વાસ અને નિર્દોષ રીતે વધુ ખાસ બનાવે છે.
આ ફિલ્મ પાછળ આમિર ખાન અને મન્સૂર ખાન છે, જે લાંબા સમય પછી ફરી સાથે આવ્યા છે અને આ લવ સ્ટોરી રજૂ કરી છે. અગાઉ, આ જોડી કયામત સે કયામત તક, જો જીતા વહી સિંકદર, અકેલે હમ જેવી યાદગાર ફિલ્મો આપી છે.
Ek Din Release Date : એક દિન રિલીઝ તારીખ
સુનીલ પાંડે દિગ્દર્શિત આમિર ખાન પ્રોડક્શનના બેનર હેઠળ 'એક દિન' બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી અને જુનૈદ ખાન મુખ્ય ભૂમિકામાં છે, અને તે 1 મે, 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us