Emergency Movie : વિવાદોમાં સપડાયેલી કંગના રનૌત-સ્ટારર ફિલ્મ ઇમર્જન્સી રિલીઝ મોકૂફ, ક્યારે થઇ શકે રિલીઝ?

Emergency Movie : ઇમરજન્સી ફિલ્મમાં કંગના રનૌત સિવાય અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી, મિલિંદ સોમન અને સતીશ કૌશિક પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ મૂળરૂપે નવેમ્બર 2023 માં રિલીઝ થવાની હતી.જો કે, તે જૂન 2024 અને ત્યારબાદ 6 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હતી.

Written by shivani chauhan
Updated : September 10, 2024 12:15 IST
Emergency Movie : વિવાદોમાં સપડાયેલી કંગના રનૌત-સ્ટારર ફિલ્મ ઇમર્જન્સી રિલીઝ મોકૂફ, ક્યારે થઇ શકે રિલીઝ?
Emergency Movie : વિવાદોમાં સપડાયેલી કંગના રનૌત-સ્ટારર ફિલ્મ ઇમર્જન્સી રિલીઝ મોકૂફ, ક્યારે થઇ શકે રિલીઝ?

Emergency Movie : કંગના રનૌત (Kangana Ranaut) ની ફિલ્મ ‘ઇમરજન્સી’ (Emergency) નું ટ્રેલર થોડા દિવસ પહેલાજ રિલીઝ થયું હતું. આ ફિલ્મ હવે વિવાદોમાં ફસાઈ ગઈ છે. અભિનેત્રી કંગના દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલ આગામી બાયોગ્રાફિકલ પોલિટિકલ ડ્રામા ઈમરજન્સી ફિલ્મમાં ઇન્દિરા ગાંધી વખતના સમયની સ્ટોરી બતાવામાં આવી છે. હવે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, ફિલ્મ રિલીઝ મુલતવી રાખવામાં આવી છે તેવા અહેવાલ છે.

‘ઇમરજન્સી’ ફિલ્મ વિવાદ (Emergency Movie Controversy)

વિવાદ બાદ એકટ્રેસ અને મંડી લોકસભા સાંસદ કંગના રનૌતએ દાવો કર્યો હતો કે ફિલ્મની મંજૂરી “રોકવામાં આવી છે” કારણ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના સભ્યોને “ધમકી” મળી હતી. ફિલ્મની નવી ઇમરજન્સી રિલીઝ ડેટ (Emergency Release Date) હજુ જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Aditi Rao Hydari : અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થ સાથે લગ્ન કરશે, વેડિંગ લોકેશન વિશે કર્યો ખુલાસો

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં કંગનાએ ફિલ્મમાં ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું, તેણે શુક્રવારે કહ્યું ‘અમારી ફિલ્મ, ઈમરજન્સીને સેન્સર પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવાની અફવાઓ ફેલાઈ રહી છે. આ વાત સાચી નથી. વાસ્તવમાં અમારી ફિલ્મ ક્લિયર થઈ ગઈ હતી પરંતુ સર્ટિફિકેશન રોકી દેવામાં આવ્યું છે કારણ કે ઘણી ધમકીઓ આવી રહી હતી.

જાનથી મારી નાખવાની ધમકીઓ. સેન્સર બોર્ડના સભ્યોને ધમકીઓ મળી રહી છે. અમારા પર દબાણ છે કે ઈન્દિરા ગાંધીની હત્યા ન બતાવવાનું, ભિંડરાવાલેને ન બતાવવાનું અને પંજાબના રમખાણો ન બતાવવાનું. મને ખબર નથી કે પછી શું બતાવવાનું બાકી રહેશે.આ મારા માટે અવિશ્વસનીય છે અને હું આ દેશની સ્થિતિ માટે ખૂબ જ દિલગીર છું.

ઇમરજન્સી ટ્રેલર (Emergency Trailer)

વિવાદ થોડા અઠવાડિયા પહેલા શરૂ થયો હતો જ્યારે ઇમરજન્સી ટ્રેલર (Emergency Trailer) લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં અલગતાવાદી ખાલિસ્તાન ચળવળના નેતા જરનૈલ સિંહ ભિંડરાવાલેનું બતાવામાં આવ્યા હતા, જે અલગ શીખ રાજ્યના બદલામાં ઈન્દિરાના રાજકીય પક્ષને મત આપવાનું વચન આપે છે.

જવાબમાં, શિરોમણી અકાલી દળના દિલ્હી એકમે સીબીએફસીને એક કાનૂની નોટિસ મોકલી, જેમાં શીખોના ચિત્રણ અંગેની ચિંતાઓને કારણે ફિલ્મની રિલીઝને રોકવાની વિનંતી કરવામાં આવી. ટ્રેલરે અકાલ તખ્ત અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) સહિત શીખ સંગઠનો તરફથી પણ આકરી પ્રતિક્રિયાઓ મળી હતી.

આ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ (ASG) સત્યપાલ જૈને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને માહિતી આપી હતી. શનિવારે સીબીએફસી શીખ સમુદાય સહિત તમામ સમુદાયોની ભાવનાઓને ધ્યાનમાં લેશે. કોર્ટ મોહાલીના રહેવાસીઓ દ્વારા ફિલ્મના પ્રમાણપત્ર સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી.

આ પણ વાંચો: Berlin Trailer : જાસૂસી થ્રિલર બર્લિનનું દમદાર ટ્રેલર રિલીઝ, મુવી આ ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ

સીબીએફસીના સૂત્રોના જણાવ્યા અનુસાર ‘સંકળાયેલ મુદ્દાને લીધે” પ્રમાણપત્ર “વધુ સમય લાગી શકે છે’ જે દર્શાવે છે કે ક્લિયરન્સમાં વિલંબ થઈ શકે છે અને ફિલ્મની શરૂઆતમાં જાહેર કરાયેલી રિલીઝ તારીખ 6 સપ્ટેમ્બરના સમયે ન પણ થઈ શકે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે જેણે ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું કે “અમારે ફિલ્મની રિલીઝ ડેટ સાથે કોઈ લેવાદેવા નથી. પ્રમાણપત્ર આપતા પહેલા તેની અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી.’

તે જ સમયે શીખ સમુદાયના નેતાઓના પ્રતિનિધિમંડળે રાજ્યમાં કટોકટી જાહેર થવા પર ચિંતા વ્યક્ત કર્યા બાદ તેલંગાણાના મુખ્ય પ્રધાન એ રેવન્ત રેડ્ડીએ પણ તાજેતરમાં પ્રતિબંધ લાદવાનું વિચારી રહ્યા છે.

અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી, મિલિંદ સોમન અને સતીશ કૌશિક પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ મૂળરૂપે નવેમ્બર 2023 માં રિલીઝ થવાની હતી. જો કે, તે જૂન 2024 અને ત્યારબાદ 6 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ