Bhool Bhulaiyaa 3 Teaser: ભૂલ ભુલૈયા 3 ટીઝર રિલીઝ, સિંહાસન માટે મંજુલિકા રિટર્ન

Bhool Bhulaiyaa 3 Teaser : ભૂલ ભુલૈયા 3 મુવી સિંઘમ અગેઇન સામે મોટી ટક્કર દિવાળીમાં બની શકે છે. સિંઘમ અગેઇન ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર , દીપિકા પાદુકોણ , અર્જુન કપૂર , જેકી શ્રોફ, રણવીર સિંહ , અક્ષય કુમાર અને અન્ય કલાકારો છે.

Written by shivani chauhan
Updated : September 27, 2024 19:53 IST
Bhool Bhulaiyaa 3 Teaser: ભૂલ ભુલૈયા 3 ટીઝર રિલીઝ, સિંહાસન માટે મંજુલિકા રિટર્ન
વિદ્યા બાલનનો મંજુલિકાના પાત્રમાં ભયાનક અવતાર, કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 ટીઝર રિલીઝ

Bhool Bhulaiyaa 3 Teaser : ભૂલ ભુલૈયા 3 (Bhool Bhulaiyaa 3) કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તૃપ્તિ ડીમરી અભિનીત ફિલ્મ છે. શુક્રવારે ભૂલ ભુલૈયા 3 પ્રથમ ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મ અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત છે તેમણે સિરીઝના બીજા હપ્તાનું પણ નિર્દેશન કર્યું હતું, તેણે હવે ત્રીજો ભાગ પણ ડાયરેક્ટ કર્યો છે. આ 2007 માં પ્રથમ હપ્તામાં દેખાયા બાદ વિદ્યાની ફ્રેન્ચાઈઝીમાં પરત ફરવાની નિશાની છે. પ્રથમ ભૂલ ભુલૈયામાં અક્ષય કુમાર પણ સામેલ હતો.

ટીઝર ‘અમી જે તોમર’ના ઓડિયો સાથે શરૂ થાય છે અને વિદ્યા બાલન કમ બેક કરે દર્શાવે છે અને પ્રથમ ફિલ્મના ભયાનક દ્રશ્ય જેમ મ્યુઝિક અને હકાર ફીલ થાય છે. ટીઝરમાં વિદ્યા તેના હાથથી પલંગ ઉપાડ્યો હતો. આ વખતે, તે ખુબજ જોશથી ચીસો પાડતી ભારે ખુરશી ઉપાડે છે. કાર્તિક આર્યન રુહ બાબા તરીકે પાછો આવ્યો છે, જે એક પ્રકારના ભૂત શિકારી છે, જેને મંજુલિકાના ભૂતને પકડવાનું કામ સોંપવામાં આવ્યું હોવાનું જણાય છે. તૃપ્તિ ડિમરી કાર્તિકના પ્રેમિકાની ભૂમિકા ભજવે છે. એવી અફવા હતી કે માધુરી દીક્ષિત પણ આ ફિલ્મનો એક ભાગ છે, પરંતુ ટીઝરમાં તેની ઝલક દેખાતી નથી.

આ પણ વાંચો: Bhool Bhulaiyaa 3 Tripti Dimri | તૃપ્તિ ડિમરી ભૂલ ભુલૈયા 3।ફિલ્મ ઓફર કરવા પર એકટ્રેસે કર્યો ખુલાસો

ફિલ્મ સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ રાઇટર તરીકે આકાશ કૌશિકને શ્રેય આપવામાં આવ્યો છે. ટીઝર પરથી એવું લાગે છે કે ભુલ ભુલૈયા કોમેડી કરતાં હોરર ફિલ્મ વધુ છે. સ્ત્રી 2 ની સફળતાને જોતા, એવું લાગે છે કે પ્રેક્ષકો ચોક્કસપણે આ સ્ટાઇલ માટે પૂરતો રસ ધરાવે છે.

ભુલ ભુલૈયા 2 એ 2022 ની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી. તે સમયે, જ્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પેંડેમીક બાદ પણ રિકવર થઇ હતી. ત્યારે કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મે લોકલ બોક્સ ઓફિસ પર ₹ 185 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં તબ્બુ અને કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં હતા.

આ પણ વાંચો: તાઝા ખબર સીઝન 2 થી લઇ શોભિતા ધુલિપાલાની લવ સિતારા આ અઠવાડિયે થશે રિલીઝ,

ભૂલ ભુલૈયા 3 મુવી સિંઘમ અગેઇન સામે મોટી ટક્કર બનીને દિવાળીમાં ઉભી રહી છે. સિંઘમ અગેઇન ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર , દીપિકા પાદુકોણ , અર્જુન કપૂર , જેકી શ્રોફ, રણવીર સિંહ , અક્ષય કુમાર અને અન્ય કલાકારો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ