Esha Deol Divorce : હેમા માલિનીની દીકરી એશાએ લગ્નના 12 બાદ લીધા છૂટાછેડા

Esha Deol Divorce : એશા દેઓલ (Esha Deol) અને ભરત તખ્તાની (Bharat Takhtani) ને 6 વર્ષની દીકરીઓ રાધ્યા અને 4 વર્ષની મિરાયાના માતા-પિતા છે. એશા અને ભરતના લગ્ન 2012માં થયા હતા.

Written by shivani chauhan
February 07, 2024 08:34 IST
Esha Deol Divorce : હેમા માલિનીની દીકરી એશાએ લગ્નના 12 બાદ લીધા છૂટાછેડા
Esha Deol Divorce Bharat Takhtani Photos એશા દેઓલ છૂટાછેડા ભરત તખ્તાની

Esha Deol Divorce : એશા દેઓલ (Esha Deol) અને પતિ ભરત તખ્તાની (Bharat Takhtani) લગ્નના 11 વર્ષ બાદ તેમના છૂટાછેડાની જાહેરાત કરી છે. સંયુક્ત નિવેદન મુજબ, દંપતીએ કહ્યું કે સહજતાથી અલગ થવું મિત્રતાપૂર્ણભર્યું છે. એશા દેઓલ બોલિવૂડ કપલ ધર્મેન્દ્ર (Dharmendr) અને હેમા માલિની (Hema Malini) ની દીકરી છે.દિલ્હી ટાઈમ્સને જારી કરાયેલ નિવેદનમાં હતું કે, “અમે પરસ્પર અને સહજતાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા જીવનમાં આ પરિવર્તન દ્વારા, અમારા બે બાળકોના શ્રેષ્ઠ હિત અને કલ્યાણ અમારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને રહેશે. અમે પ્રશંસા કરીશું કે અમારી પ્રાઇવસીનું સન્માન કરવામાં આવે છે.”

Esha Deol Divorce Bharat Takhtani Photos
Esha Deol Divorce Bharat Takhtani Photos એશા દેઓલ છૂટાછેડા ભરત તખ્તાની

આ પણ વાંચો: Crakk Movie: ક્રેક જીતેગા તો જીયેગા મુવીમાં અર્જુન રામપાલ અને વિદ્યુત જામવાલ એક્શન રોલમાં, 23 ફેબ્રુઆરીએ થશે રિલીઝ

એશા અને ભરત 6 વર્ષની દીકરીઓ રાધ્યા અને 4 વર્ષની મિરાયાના માતા-પિતા છે. એશા અને ભરતના લગ્ન 2012માં થયા હતા.ગયા વર્ષે જૂનમાં, એશા અને ભરતે તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી, એશાએ તેના પતિને સોશિયલ મીડિયા પર થોડા ફોટા સાથે શુભેચ્છા પાઠવી હતી. કેપ્શનમાં શેર કર્યું કે, “કીપિંગ ફોર પીસ @bharatttakhtani3 #weddinganniversary #11 ગ્રેટિટયૂડ”. જો કે, ગયા વર્ષે હેમા માલિનીના જન્મદિવસ પર ભરત જોવા મળ્યો ન હતો તે પછી તેમના છૂટાછેડા વિશે અટકળો શરૂ થઈ હતી, તેણે એશાના જન્મદિવસની ઉજવણીમાં પણ હાજરી આપી ન હતી.

2020 માં પ્રકાશિત તેના પેરેન્ટિંગ પુસ્તકમાં, એશાએ શેર કર્યું હતું કે તેમના પતિએ તેમની બીજી પુત્રીને આવકાર્યા પછી “ઉપેક્ષિત” અનુભવ્યું હતું. એશા, તેના પુસ્તક અમ્મા મિયામાં, શેર કરે છે, “મારા બીજા બાળક પછી, થોડા સમય માટે, મેં જોયું કે ભરત મારાથી ક્રોધીત અને ચિડાયેલો હતો. તેને લાગ્યું કે હું તેના પર પૂરતું ધ્યાન નથી આપી રહી. પતિને આવું લાગે તે ખૂબ જ સ્વાભાવિક છે કારણ કે તે સમયે, હું રાધ્યાના પ્લેસ્કૂલના ફિયાસ્કો અને મીરાયાની કેરમાં વ્યસ્ત હતી, અને હું પણ મારું પુસ્તક લખવા અને મારી પ્રોડક્શન મીટિંગ્સ સાથે ડીલિંગ કરતી હતી. તેથી, તેને ઉપેક્ષિત લાગ્યું હશે. અને મેં તરત જ મારી ભૂલની નોંધ લીધી હતી. મને તે સમય યાદ આવ્યો જ્યારે ભરતે મારી પાસે નવું ટૂથબ્રશ માંગ્યું હતું, અને તે મારું મગજ સરકી ગયું હતું, અથવા જ્યારે તેનો શર્ટ પ્રેસ કરેલો ન હતો અથવા જ્યારે મેં તેને લંચમાં શું આપવામાં આવ્યું હતું તે તપાસવાની તસ્દી લીધા વિના તે ઓફિસ જતો રહેતો. તે ખૂબ જ ઓછી જરૂરિયાતો રહે છે, અને જો હું તેની સંભાળ ન રાખી શકું, તો તે ખરેખર ખોટું હતું. મેં ઝડપથી તેને સુધારવાની ખાતરી કરી પણ કરી હતી.”

આ પણ વાંચો: Bastar : બસ્તરનું ટીઝર લોન્ચ, અદા શર્મા IPS ભૂમિકામાં જોવા મળી

તેણે ઉમેર્યું કે, “ભરત અલગ છે, જો તેને કોઈ પ્રોબ્લમ લાગેતો તે મને સીધા જ મારા ચહેરા પર કહે છે. રોમાંસને જીવંત રાખવો મહત્વપૂર્ણ છે. મને લાગ્યું કે હું થોડા સમય પછી તેની સાથે ડેટ નાઈટ કે મૂવી માટે બહાર ગઈ નથી. તેથી મેં મારા બીઝી ટ્રેકમાંથી બહાર નીકળવાનું, સરસ ડ્રેસ પહેરી અને વિકેન્ડ પર પતિ સાથે બહાર જવાનું નક્કી કર્યું હતું.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ