/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-10-31T113834.763.jpg)
Express Adda : દિલ્લી ક્રાઇમ સ્ટાર શેફાલી શાહે અભિનેતા શાહરૂખ ખાનને ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો સ્ટાર ગણાવ્યો
Express Adda Shefali Shah : દિલ્લી ક્રાઇમ ફેમ શેફાલી શાહ તેની બહુચર્ચિત વેબ સીરિઝ માટે આંતરરાષ્ટ્રીય એમી એવાર્ડ 2023માં નોમિનેટ થઇ હતી. જેને પગલે તે ઘણી ઉત્સાહિત છે. તેવામાં હાલમાં ધ ઇન્ડિયન એક્સપ્રેસનો સ્પેશિયલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શેફાલી શાહ સાથે ખાસ વાતચીત થઇ હતી. આ દરમિયાન તેણે શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અંગે મોટી વાત કહી હતી.
સૌથી મોટો સ્ટાર કોણ છે?
હકીકતમાં ધ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર અનંત ગોયેંકાએ અભિનેત્રી શેફાલી શાહે આજના યુગમાં સૌથી મોટો સ્ટાર કોણ છે તે સવાલ કર્યો હતો? આ સવાલના જવાબમાં શેફાલીએ કહ્યું, 'મારા હિસાબે શાહરૂખ ખાન સૌથી મોટો સ્ટાર છે અને તે હંમેશા સુપરસ્ટાર રહેશે. મિસ્ટર બચ્ચન (અમિતાભ બચ્ચન) પણ એવા જ છે. દિલીપ કુમાર સાહબ પણ એવા જ હતા.'
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વિશે મોટી વાત
શેફાલી શાહે વધુમાં કહ્યું હતું કે, 'આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ મોટા સ્ટાર્સ છે. હું કોઇ સ્ટાર નથી અને બનવા પણ માગતી નથી. જ્યારે એક્સપ્રેસ અડ્ડામાં હાજર રહેલા જિમે આ વિશે પૂછતાં કહ્યું હતું કે, ખરેખર તો હું આ બાબત અંગે વિચારતો નથી.'
'મારું આખું કરિયર કામ કરવા કરતા વધુ ઇતંજાર કરવા પર કેન્દ્રિત'
આ ઉપરાંત શેફાલી શાહે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'લોકો મને આપણા દેશની શ્રેષ્ઠ અભિનેત્રીમાંથી એક માને છે, 'પરંતુ મને કોઇ કામ મળ્યું નથી. મેં એવોર્ડ જીત્યા પણ મને કોઇ કામ ન મળ્યું. એવોર્ડ માત્ર મારી વોલને સજાવે છે, આ બેઇમાની છે. હું છેલ્લા 25-30 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છું, પરંતુ હકીકતમાં મેં ચાર-પાંચ વર્ષથી કામ કરવાનું શરૂ કર્યું છે. મારું આખું કરિયર કામ કરવા કરતા વધુ ઇતંજાર કરવા પર કેન્દ્રિત રહ્યુ છે.'
દિલ્હી ક્રાઇમ સીરિઝે મારી જીંદગી બદલી નાંખી : શેફાલી શાહ
શેફાલી શાહે લોકપ્રિય નેટફ્લિક્સ શો દિલ્લી ક્રાઇમમાં પોતાના કામનો અનુભવ શેર કર્યો હતો. જેમાં એક્ટ્રેસે કહ્યું કે, અમે માત્ર આ સીરિઝ દ્વારા સત્યને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે એક્ટ્રેસે કહ્યું કે, દિલ્હી ક્રાઇમે મારી જીંદગી બદલી નાંખી. તેણે મારા કામ, મારું કરિયર અને કામ કરવાની રીતમાં પણ ફેરફાર કર્યા. લોકોએ મારા કામને પસંદ કર્યું. શેફાલી શાહે દિલ્લી ક્રાઇમ સિવાય દિલ ધડકને દો, ડાર્લિંગમાં મહત્વની ભૂમિકા અને શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us