Zakir Khan Express Adda : ભારતના પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન, લેખક અને કવિ ઝાકિર ખાને ઈન્ડિયન એક્સપ્રેસના Express Adda માં હાજરી આપી હતી. જ્યાં તેમણે પોતાની પ્રેરણા વિશે વાત કરી અને શા માટે તે હંમેશાં હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે તે વિશે જણાવ્યું હતું. તેમણે હિન્દીને ઇશ્ક ની જેમ ગણાવી હતી અને એમ પણ કહ્યું હતું કે તે આ ભાષા બોલવામાં સહજ છે. તમારી ભાષા તમારા કપડાં જેવી હોય છે, જે તમારા વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કાએ ઝાકિરને પૂછ્યું કે તે પોતાના શો ને હિન્દીમાં કેવી રીતે કરી લે છે. ઝાકિર ખાન 17 ઓગસ્ટ, 2025 ના રોજ ન્યૂયોર્કના ઐતિહાસિક મે Madison Square Garden માં હિન્દી ભાષામાં કોમેડી શો કરનાર પ્રથમ ભારતીય કોમેડિયન બન્યા હતા. તેને લઇને સવાલ કરવામાં આવ્યો હતો કે આ કેવી રીતે કરી શક્યો. સચિન તેંડુલકરનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે જો તમે તમારું કામ યોગ્ય રીતે કરો છો, જેમ કે મને પ્રેરણા આપનારા લોકોમાંથી એક સચિન તેંડુલકર, તમે તમારી ટીમને જીતાડવાનો પ્રયાસ કરો, રેકોર્ડ તો સાહેબ બનતા રહે છે.
ઝાકિર ખાને કહ્યું કે હું જે ભૂમિમાંથી આવું છું, હું જે સ્થળેથી આવું છું, જે ભાષા સાથે હું આરામદાયક છું. હું તેને વધારેમાં વધારે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરું છું. જો આપણાં બાળકો કન્ટેન્ટના આધારે કોરિયન ભાષા શીખવા માટે તૈયાર હશે, તો મને લાગે છે કે આપણે તે દિવસ પણ જોઈશું જ્યારે આપણું કન્ટેન્ટ, આપણા શબ્દો એટલી હદે પહોંચી જશે કે બહારના લોકો પણ હિન્દી શીખવાનો પ્રયાસ કરશે. તેથી જ મેં આ પગલું ભર્યું છે.
ઝાકિર ખાને હિન્દી ભાષા વિશે શું કહ્યું
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમના મતે હિન્દી સાથે ભારતનો સંબંધ શું છે? તેના પર ઝાકિરે કહ્યું કે આ પ્રેમ જેવું છે. તે શુદ્ધ હિન્દી નથી, પરંતુ તેને શીખવું એ પોતાનામાં જ એક મોટી વાત છે. હું જે જગ્યાએથી આવું છું, મધ્યપ્રદેશ, ત્યાં ઘણી ક્લિષ્ટ હિન્દી શબ્દો બોલાય છે, પરંતુ આપણી જે ભાષા છે તેમાં લોકલ છાપ હંમેશા રહેશે. જેમ કે લખનૌની હિન્દી, કાનપુરની હિન્દી, જબલપુરની હિન્દી, ગ્વાલિયરની હિન્દી, ગોરખપુરની હિન્દીમાં તફાવત છે.
અંગ્રેજી પણ મહત્વનું છે
ઝાકિરે અંગ્રેજી વિશે પણ કહ્યું હતું કે અંગ્રેજી શીખવું પણ ખૂબ જ જરૂરી છે. બધાને જ આવડવી જ જોઈએ, પરંતુ એવું લાગે છે કે દરેક ભાષાને પોતાની રીતે બોલવાની રીત યોગ્ય હોય છે. તે કહે છે કે જો કોઈ ખોટું ઉચ્ચારણ કરે છે તો તેને ટોકવો જોઈએ નહીં, બની શકે કે તે સાંભળીને નહીં પણ વાંચીને શીખ્યા હોય. હિન્દીનું પણ એવું જ છે.





