Fact Check : શું ખરેખર બબીતા અને ટપ્પુએ સગાઇ કરી લીધી? શું છે સત્ય?

Fact Check : એક્ટર રાજ અનડકટે મુનમુન દત્તા સાથેની સગાઈના સમાચાર પર રિએક્શન આપતા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી એક હકીકત લાવી છે.

Fact Check : એક્ટર રાજ અનડકટે મુનમુન દત્તા સાથેની સગાઈના સમાચાર પર રિએક્શન આપતા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી એક હકીકત લાવી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Fact Check| Munmun Dutta raj anadkat reaction on engagement | Babita | Munmun Dutta | Raj Anadkat

મુનમુન દત્તા ઉર્ફ બબીતા અને રાજ અનડકટે સગાઇના સમાચાર અંગે તોડ્યું મૌન (ફોટો ક્રેડિટ એક્ટર્સ ઇન્સ્ટા)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટારર ‘બબીતા જી’ એટલે કે મુનમુન દત્તા અને ‘જેઠાલાલ’નો દીકરો ટપ્પૂનું પાત્ર ભજવનાર રાજ અનડકટએ સગાઇ કરી હોવાના સમાચારે જોર પકડ્યું છે. આ સમાચાર આગની જેમ ઇન્ડસ્ટ્રીમાં ફેલાઇ ગયાં છે. તો 36 વર્ષની મુનમુન દત્તા સાથે પોતાના સંબંધોને લઇને રાજ અનડકટે મૌન તોડ્યું છે.

Advertisment
publive-image

રાજ અનડકટ અને એક્ટ્રેસ મુનમુન દત્તાના લવ અફેરની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર એક સમાચાર એવા વહેતાં થયાં, જેણે સૌ કોઇના હોશ ઉડાવી દીધાં. રાજ અનડકટે સગાઇના સમાચાર મુદ્દે મૌન તોડીને હકીકત બધાની સામે લાવી છે.

મુનમુન દત્તા અને રાજ અનડકટના ડેટિંગના સમાચાર વર્ષ 2021માં પહેલીવાર સામે આવ્યા હતા, થોડા દિવસો બાદ રાજ અનડકટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહી દીધું હતું.

Advertisment

એક્ટર રાજ અનડકટે મુનમુન દત્તા સાથેની સગાઈના સમાચાર પર રિએક્શન આપતા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું - ‘હેલો, ફક્ત એક વાતની સ્પષ્ટતા કરવા માટે, તમે સોશિયલ મીડિયા પર જે સમાચાર જોઈ રહ્યા છો તે ખોટા અને પાયાવિહોણા છે.

publive-image

મુનમુન દત્તાની ટીમે પણ આ સમાચારને નકારી કાઢ્યા હતા. એક્ટ્રેસની ટીમે કહ્યું કે સગાઈ સંબંધિત જે પણ સમાચારો સામે આવી રહ્યા છે તે માત્ર એક અફવા છે અને સંપૂર્ણપણે ખોટા છે. મુનમુને એક ઇન્સ્ટા સ્ટોરી પણ શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે ફેક ન્યૂઝ તો ચાલતી રહેશે.

આ પણ વાંચો :Rohit Shetty Birthday : સાડી પ્રેસ કરવાથી લઈને કરોડપતિ બનવા સુધીની નિર્દેશક રોહિત શેટ્ટીની દિલચસ્પ કહાની

ખરેખર, એક સમાચાર વાયરલ થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે બંનેએ તાજેતરમાં જ મુંબઈની બહાર ગુજરાતના વડોદરામાં તેમના પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ