/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-07-30T173931.644.jpg)
Fardeen Khan and Natasha Madhvani : ફરદીન ખાન અને નતાશા માધવાની ફાઇલ તસવીર
બોલિવૂડ એક્ટર ફરદીન ખાન સંબંધિત મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. મળતી માહિતી અનુસાર, ફરદીન ખાનના લગ્ન જીવનમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. જેને પગલે તેણે પત્ની નતાશા માધવાણીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ સમાચારે તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે.
એક અહેવાલ અનુસાર, ફરદીન ખાન અને નતાશા માધવાણીએ નિર્ણય લીધો છે કે તેઓ તેમના 18 વર્ષના લગ્નજીવનનો અંત લાવવા માંગે છે. બંને હવે અલગ થવા માંગે છે. ફરદીન અને નતાશા ઘણા સમયથી અલગ રહેતા હતા. ઉલ્લેખનીય છે કે, ફરદીન ખાન મુંબઈમાં તેની માતા સાથે મુંબઈમાં રહે છે અને તેની પત્ની નતાશા લંડનમાં રહે છે. લાંબા સમય સુધી અલગ રહ્યા બાદ હવે આખરે તેઓએ છૂટાછેડા લેવાનું મન બનાવી લીધું છે. જો કે તેમના અલગ થવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તેમજ ફરદીન અને નતાશાએ પણ આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
મહત્વનું છે કે, નતાશા માધવાણી 70-80ના દાયકાની સુપરહિટ અભિનેત્રી મુમતાઝની પુત્રી છે. મુમતાઝે વર્ષ 1974માં મયુર માધવાણી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ તાન્યા અને નતાશા છે. નતાશાએ વર્ષ 2005માં ફરદીન ખાન સાથે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. તેમના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. નતાશા અને ફરદીનને એક પુત્રી અને એક પુત્ર એમ બે બાળકો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us