/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-07-30T173931.644.jpg)
Fardeen Khan and Natasha Madhvani : ફરદીન ખાન અને નતાશા માધવાની ફાઇલ તસવીર
Fardeen Khan News: બોલિવૂડ એક્ટર ફરદીન ખાન અને નતાશા લગ્નનાં 18 વર્ષ બાદ છૂટાછેટા લઇ રહ્યા છે. આ સમાચાર તેમના ફેન્સ માટે શોકિંગ છે. લગ્નજીવનના 18 વર્ષ બાદ ફરદીન ખાન અને નતાશા વચ્ચે એવું તો શું થયું કે તેઓએ અલગ થવાનો નિર્ણય લેવો પડ્યો? તેમના છૂટા પડવા પાછળ અનેક કારણો ચર્ચાય છે. જો કે, ફરદીન ખાનના નજીકના લોકોના દાવા મુજબ, આ કપલ વચ્ચે સૌથી મોટી તકરાર બાળકોને ક્યાં ભણાવવા તે મુદ્દે થઈ છે.
પરિવારના નિકટવર્તી સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરદીન ઈચ્છતો હતો કે તેમનાં સંતાનો મુંબઈમાં જ રહીને ભણે. જ્યારે નતાશાની ઈચ્છા સંતાનોને દુબઈ કે અન્ય કોઈ વિદેશી લોકેશન પર ભણાવવાની હતી. ફરદીન ખાન અને નતાશા એક પુત્ર અને પુત્રીના માતા-પિતા છે. પુત્રી દિયાની હાલ 10 વર્ષની છે, જ્યારે પુત્ર અઝારિસ હાલ છ વર્ષનો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કપલ વચ્ચે તકરારની શરુઆત ફિરોઝ ખાનના નિધન પછી જ થઈ ગઈ હતી. ફિરોઝ ખાન નતાશાને પુત્રીવત્ત સ્નેહ આપતા હતા અને તેમની બીમારીના છેલ્લા દિવસોમાં નતાશાએ જ તેમની બહુ સારી રીતે કાળજી રાખી હતી. જોકે, ફિરોઝ ખાનનાં અવસાન પછી ધીમે ધીમે તેની અને ફરદીન વચ્ચે નાની મોટી બાબતે ભેદભાવ વધતા ગયા હતા અને છેવટે હવે છૂટાછેડાની નોબત આવી છે.
મહત્વનું છે કે, નતાશા માધવાણી 70-80ના દાયકાની સુપરહિટ અભિનેત્રી મુમતાઝની પુત્રી છે. મુમતાઝે વર્ષ 1974માં મયુર માધવાણી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ તાન્યા અને નતાશા છે. નતાશાએ વર્ષ 2005માં ફરદીન ખાન સાથે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. તેમના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. નતાશા અને ફરદીનને એક પુત્રી અને એક પુત્ર એમ બે બાળકો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us