Farhan Akhtar Birthday : બૉલિવૂડ એક્ટર ફરહાન અખ્તર 9 જાન્યુઆરીએ પોતાનો 48મો ન્મદિવસ ઉજવી રહ્યોછે. મલ્ટી-ટેલેન્ટેડ એક્ટર અને ફિલ્મમેકર ફરહાન અખ્તરનો જન્મ 9 જાન્યુઆરી 1974ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર અને હની ઈરાનીનો પુત્ર ફરહાન અખ્તરની બૉલિવૂડના ઑલરાઉન્ડર તરીકે ગણતરી થાય છે.
ફરહાન અખ્તર એક સાફ-સુથરી છબિવાળા અભિનેતા છે અને તેની ગાયકી માટે પણ પ્રખ્યાતા છે. તેમણે બૉલિવૂડમાં પોતાનો જે સમય વિતાવ્યો છે, એમાં તેણે દિગ્દર્શક, અભિનેતા અને બાદ તેઓ નિર્માતા તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે.
ઉલ્લેખનીય છે કે, ફરહાન અખ્તરે માત્ર 17 વર્ષની વયે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે વર્ષ 1991માં ફિલ્મ ‘લમ્હે’થી આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. 2001ની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’થી ફરહાન ખાને ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ કર્યું, જેમાં તેને બેસ્ટ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
આ પછી ફરહાન અખ્તરે વર્ષ 2004માં લક્ષ્યનું નિર્દેશિત કર્યું હતું. જેના માટે તેના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. ફરહાન અખ્તરે વર્ષ 2008માં ફિલ્મ ‘રૉક ઑન’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં એક્ટિંગ માટે તેમને અનેક એવૉર્ડ્સ પણ મળ્યા હતા.
આ પછી ફરહાન અખ્તરે ‘લક બાય ચાન્સ’માં વિક્રમનો રોલ ભજવ્યો છે, જે અભિનેતા બનવાના ઈરાદે મુંબઈ આવે છે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાનની બહેન ઝોયા અખ્તર દ્વારા કરાઈ હતી. ‘જિંદગી ના મિલેગી દોબારા’ અને ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી સફળ ફિલ્મોમાં ફરહાન અખ્તર જોવા મળ્યા હતા. ફરહાન અખ્તર સોશિયલ મીડિયા પર પોતાની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે ફરહાનની પત્ની અધૂના સાથે 16 વર્ષ સુધી સાથે રહ્યા બાદ છૂટાછેડા થઈ ગયા. ફરહાન ખાનની બે પુત્રીઓ છે શાક્યા અને અકીરા.
ફરહાન ખાને છેલ્લીવાર સ્ક્રિન પર પ્રિયંકા ચોપડા સાથે ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિન્ક’માં જોવા મળ્યો હતો. તાજેતરમાં ફરહાન ઓમપ્રકાશ મેહરાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘તૂફાન’માં વ્યસ્ત છે, જે એક બૉક્સરની વાર્તા છે.
સ્ટારકિડ હોવા છતાં ફરહાન અખ્તરે પોતાના દમ પર એક આગવી ઓળખ સ્થાપી છે. ફરહાન અખ્તરના નેટવર્થની વાત કરીએ તો તે ખુબ જ વૈભવી જીવન જીવે છે. તેને મોંઘી કારનો શોખ છે. ફરહાન અખ્તર કરોડોની સંપત્તિનો માલિક છે. રિપોર્ટ્સ અનુસાર, ફરહાન અખ્તરની કુલ સંપત્તિ 148 કરોડ રૂપિયા છે. ફરહાનનો બાંદ્રામાં બંગલો છે. તેણે ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણી પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. ફરહાન બોલિવૂડના સફળ કલાકારોમાંથી એક છે. ફરહાન એક ફિલ્મ માટે લગભગ 3 થી 4 કરોડ રૂપિયાની તગડી ફી લે છે.
ફરહાન એક મહિનામાં લગભગ 1.8 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તે જ સમયે એક્ટરની વાર્ષિક કમાણી લગભગ 22 કરોડ રૂપિયા છે. અભિનય અને દિગ્દર્શન ઉપરાંત, ફરહાન ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો પણ કરે છે, જેમાંથી તે ઘણી કમાણી કરે છે. ફરહાન અખ્તર લક્ઝરી કારનો શોખીન છે. ફરહાનની માલિકીની સૌથી મોંઘી કાર પોર્શે કેમેન છે, જેની કિંમત 1.07 કરોડ રૂપિયા છે.
આ સિવાય અભિનેતા પાસે 54 લાખ રૂપિયાની રેન્જ રોવર છે, મર્સિડીઝ બેન્ઝ અને હોન્ડા CRV જેવી લક્ઝરી કાર પણ છે. ફરહાન અખ્તર અવારનવાર વિદેશમાં રજાઓ માણવા જાય છે. આ સિવાય ફરહાન પ્રાણીઓને ખૂબ પસંદ કરે છે. તેની પાસે મિનિએચર પિન્સર બ્રીડનો કૂતરો છે, જેની કિંમત 40 હજાર રૂપિયા છે.





