/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Fighter-Anil-Kapoor-Hrithik-Roshan-.jpg)
Hrithik Roshan : ફાઈટરના એક્ટર હૃતિક રોશને અનિલ કપૂરની એકટિંગના કર્યા વખાણ, અનિલ કપૂર રડી પડ્યો..
Fighter: એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) , અનિલ કપૂર (Anil Kapoor) અને દીપિકા પાદુકોણ(Deepika Padukone) સિદ્ધાર્થ આનંદ(Siddharth Anand) ની ફિલ્મ ફાઇટર (Fighter) માં ભારતીય વાયુસેનાના પાઇલટની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આજે થિયેટરમાં રિલીઝ થશે. એક વાતચીતમાં, રિતિકે અનિલને જણાવ્યું કે કેવી રીતે વરિષ્ઠ અભિનેતાના અભિનયથી તેને પ્રેરણા મળી છે. રિતિકે ફાઈટરના સેટ પરથી એક ઘટના પણ વર્ણવી હતી જ્યાં અનિલના ડેડિકેશનથી તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. રિતિકે આ સ્ટોરી શેર કરતાં જ અનિલ કપૂર રડી પડ્યો હતો.
મુંબઈમાં તાજેતરમાં યોજાયેલી એક મીડિયા વાર્તાલાપ (media interaction) દરમિયાન , અભિનેતાએ અનિલ સાથે વાત કરી અને કહ્યું કે, “મેં તમને મારા પિતા (રાકેશ રોશન)ની ઘણી ફિલ્મોમાં જોતા આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. મેં તમને જોઈને એક અભિનેતા તરીકે ફિલ્મમાં કેવી રીતે પ્રવેશ કરવો તેની પ્રક્રિયાનું મોડેલિંગ કર્યું હતું. મેં તે કરવામાં 3-4 વર્ષ વિતાવ્યા અને હું ખૂબ સારો આસિસ્ટન્ટ હતો. અત્યારે પણ મને સિદ્ધના એક્ટર અને સિદ્ધના આસિસ્ટન્ટ વચ્ચે ફેરબદલ થવું પસંદ છે. એક આસિસ્ટન્ટ તરીકે તમને જોતો હતો અને હું શીખતો હતો.''
આ પણ વાંચો: Ranbir Kapoor: રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ વચ્ચે થશે લવ એન્ડ વોર, જાણો ક્યારે રિલિઝ થશે આ ફિલ્મ
અનિલના ડેડિકેશન અને મહેનતને ઓલિમ્પિક રમતવીર સાથે સરખાવતા, હૃતિકે ફાઈટર શૂટિંગ કરતી વખતે એક સમય યાદ કર્યો જ્યારે અનિલ દ્વારા એક તીવ્રતાનું સારું અર્થઘટન કરવામાં આવ્યું હતું. હૃતિકે કહ્યું કે અનિલે એ સીનમાં એટલી મહેનત કરી હતી કે કોમ્પ્લીમેન્ટ મળવાથી તે ઈમોશનલ થઈ ગયો હતો. હૃતિકે કહ્યું કે , “ ફાઈટરના સેટ પર સીન કરી રહ્યા હતા ત્યારે મેં ફિલ્મના થોડા સીન જોયા હતા અને હું તમારી સાથે સેટ પર હતો અને… તમારી પાસે આવીને તમને કહ્યું કે ફિલ્મનો એક સીન - જે સ્ક્રીપટમાં ખૂબ જ આક્રમક સીન તરીકે લખાયેલો હતો અને પછી - મેં જોયું કે તમે શું કર્યું અને કહ્યું કે તમે આ સીનનું અર્થઘટન સંપૂર્ણપણે અલગ લાગણીમાં કર્યું છે, તમે એક સીનમાં ફિલ્મને ઊંચાઈ સુધી લઇ ગયા છો.''
અનિલ જેવા અનુભવી અભિનેતાને પ્રશંસા મળતાં અને ભાવુક થતા જોઈને હૃતિકને આશ્ચર્ય થયું હતું . તેણે કહ્યું કે, ''જ્યારે મેં તમને આ કહ્યું ત્યારે તમારી આંખોમાં આંસુ આવી ગયાં અને હું તમને અસ્વસ્થતાથી જોઈ રહ્યો હતો, આ માણસે એક દ્રશ્યમાં પોતાની જાતને ઘણી લગાવી દીધી હશે. તેમની આંખોમાં આંસુ છે. અનિલ કપૂર હજુ પણ પોતાનું બેસ્ટ આપવાની શક્તિ ધરાવે છે.''
આ પણ વાંચો: Fighter Movie: ફાઇટર મુવી રિલીઝ પહેલા જ વિવાદમાં, આ દેશમાં મુકાયો પ્રતિબંધ
રિતિકના વખાણ સાંભળીને અનિલ ફરીથી ભાવુક થઈ ગયો હતો. હૃતિકની બાજુમાં બેઠેલી દીપિકાએ અનિલને દિલાસો આપ્યો હતો. રિતિકે અનિલને કહ્યું, કે “એકટિંગ સ્કૂલમાં તમારું સિમ્બોલ હોવું જોઈએ. તમારે પ્રતીક બનાવવું જોઈએ. તેઓએ બેનર લગાવવું જોઈએ.”


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us