/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/fighter.jpg)
Fighter Movie : દીપિકા પાદુકોણ અને હ્રિતિક રોશન વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી, જુઓ પોસ્ટર
Fighter Movie : હ્રિતિક રોશન (Hrithik Roshan) અને દીપિકા પાદુકોણ(Deepika Padukone) સ્ટારર ફિલ્મ 'ફાઇટર' મોસ્ટ અવેઇટેડ ફિલ્મો પૈકી એક છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત અને એક્શનથી ભરપૂર ફાઈટર આવતા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર હજી રિલીઝ થયું નથી, પરંતુ ટીઝરએ ચાહકોમાં ઉત્તેજના ઉચ્ચ સ્તરે વધારી દીધી છે. તાજેતરમાં જ ફિલ્મ 'શેર ખુલ ગયે'નું પહેલું ગીત રિલીઝ થયું હતું. જેમાં હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ત્યારે ફાઇટરનું વધુ એક નવું ગીત પણ રિલીઝ માટે તૈયાર છે.
ફાઈટરનું પહેલું ગીત શેર ખુલ ગયે, એક પાર્ટી ટ્રેક હતું, જેમાં હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણે તેમના અદભૂત ડાન્સ મૂવ્સથી ચાહકોને ઝુમતા કરી દીધા હતા. વિશાલ-શેખર, બેની દયાલ અને શિલ્પા રાવના અવાજમાં ગવાયેલું શેર ખુલ ગયે વાયરલ થયા બાદ હવે નિર્માતાઓએ નવું ગીત રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.
ફાઈટરનું બીજું ગીત લવ ટ્રેક હશે, જેમાં હ્રિતિક અને દીપિકાનો તીવ્ર રોમાંસ જોવા મળશે. હ્રિતિક રોશને સોશિયલ મીડિયા પર 'ઈશ્ક જૈસા કુછ' ગીતનું જાહેરાત કરતું પોસ્ટર શેર કર્યું છે. જેમાં હ્રિતિક રોશન શર્ટલેસ અને દીપિકા પાદુકોણ બ્લેક બિકીનીમાં દરિયા કાંઠે એકબીજાની બાહ્યોમાં સિઝલિંગ કેમેસ્ટ્રી નો તડકો લગાવતા જોઇ શકાય છે. શર્ટલેસ હ્રિતિક રોશન અને મોનોકિની દીપિકા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હ્રિતિક રોશને આ હોટ પોસ્ટર ફેન્સ સાથે શેર કરીને ફિલ્મ જોવા માટે ભારે ઉતેજના વધારી દીધી છે.
ફાઇટર 25 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, હ્રિતિક રોશન, કરણ સિંહ ગ્રોવર, અનિલ કપૂર અને અક્ષય ઓબેરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓ આ ફિલ્મને ભારતની પ્રથમ એરિયલ એક્શન ફ્રેન્ચાઇઝી તરીકે વિકસાવવાની યોજના બનાવી રહ્યા છે.
આ પણ વાંચો : Gauri Khan: શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને ઈડીની નોટિસ, 30 કરોડની ઉપાચતનો મામલો
બ્રિટિશ સ્ટુડિયોએ 6 મહિના સુધી VFX પર કામ કર્યું
ફિલ્મનું શૂટિંગ આસામ, હૈદરાબાદ, જમ્મુ-કાશ્મીર અને મુંબઈમાં થયું છે. બ્રિટિશ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કમ્પ્યુટર એનિમેશન સ્ટુડિયો DNEG (ડબલ નેગેટિવ) એ શૂટિંગ પૂર્ણ થયા પછી 6 મહિના સુધી ફિલ્મના VFX પર કામ કર્યું. આ ફિલ્મ પહેલાં 30 સપ્ટેમ્બર, 2022ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના કારણે વિલંબિત થઈ હતી. આ ફિલ્મમાં ઘણા રિયલ લાઈફ ઈન્ડિયન એરફોર્સ કેડેટ્સે પણ કામ કર્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us