હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની 'ફાઈટર'નું શૂટિંગ રિયલ એરબેઝ પર થયું છે?

Fighter Movie : સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ફાઇટર'ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દર્શકોની ઉત્તેજના વધી રહી છે. ફિલ્મના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો, તેણે રિલીઝ પહેલા જ લગભગ 83 લાખ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. હવે આ ફિલ્મના શૂટિંગ અંગે મહત્વના સમાચાર સામે આવ્યાં છે.

Fighter Movie : સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ફાઇટર'ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દર્શકોની ઉત્તેજના વધી રહી છે. ફિલ્મના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો, તેણે રિલીઝ પહેલા જ લગભગ 83 લાખ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. હવે આ ફિલ્મના શૂટિંગ અંગે મહત્વના સમાચાર સામે આવ્યાં છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Fighter Movie | Fighter Movie Shot On Real Air | Fighter Movie Release Date | Fighter Trailer | Hrithik Roshan | Deepika Padukone

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની 'ફાઈટર'નું શૂટિંગ રિયલ એરબેઝ પર થયું છે?

Fighter Movie : સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ફાઇટર'ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દર્શકોની ઉત્તેજના વધી રહી છે. હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'ફાઈટર' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પ્રજાસત્તાક દિને રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં દેશભક્તિ જોવા મળશે.

Advertisment

નિર્માતાઓએ ચાહકોને ફિલ્મના શૂટિંગના પડદા પાછળની ઝલક પણ બતાવી છે, જેણે દરેકને દિવાના બનાવી દીધા છે. આ ફિલ્મમાં એર બેઝ દર્શાવવામાં આવ્યું છે, જેમાં કલાકારો ફાઇટર પ્લેન અને હેલિકોપ્ટર પર દુશ્મનો સામે લડતા હોય છે. એ જાણીને નવાઈ લાગશે કે શૂટિંગ માટે વપરાયેલી દરેક વસ્તુ અસલી છે.

હા! આ ફિલ્મનું શૂટિંગ રિયલ એર બેઝ પર કરવામાં આવ્યું છે. ફિલ્મના શૂટિંગ માટે ભારતીય વાયુસેનાના જવાનોની મદદ લેવામાં આવી છે. જેના કારણે ટીમે ફાઈટર જેટ અને હેલિકોપ્ટરનો ઉપયોગ વાસ્તવિક લોકેશન પર શૂટિંગ કરવા માટે કર્યો છે. આ ફિલ્મમાં શક્તિશાળી સંવાદો છે અને અદભૂત એરિયલ એક્શન પણ દર્શાવે છે.'ફાઇટર'ના ઓપરેશનલ દ્રશ્યો એરફોર્સ સ્ટેશન, તેઝપુર, એર ફોર્સ એકેડેમી, ડીંડીગુલ, આંધ્રપ્રદેશ અને એરફોર્સ સ્ટેશન, પુણે ખાતે શૂટ કરવામાં આવ્યા છે. આમાંના મોટાભાગના દ્રશ્યો તેજપુરના એરફોર્સ સ્ટેશન પર શૂટ કરવામાં આવ્યા છે.

https://www.instagram.com/p/C2HGV8qCXXG/

આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે અને માર્ફ્લિક્સ પિક્ચર્સ સાથે મળીને Viacom18 સ્ટુડિયોના બેનર હેઠળ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં હ્રતિક રોશન, દીપિકા પાદુકોણ ઉપરાંત અનિલ કપૂર, અક્ષય ઓબેરોય, કરણ સિંહ ગ્રોવર, સંજીવ ચોપરા વગેરે પણ છે.

Advertisment

આ પણ વાંચો : Main Atal Hoon : પંકજ ત્રિપાઠીની બાયોપિક ”મૈં અટલ હૂં” નું બોક્સ ઓફિસ પર આટલું કલેક્શન

ફિલ્મના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો, તેણે રિલીઝ પહેલા જ લગભગ 83 લાખ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મ શરૂઆતના દિવસે 25 થી 30 લાખ રૂપિયાનો બિઝનેસ કરે તેવી આશા છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ