હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર 'ફાઇટર' ઓટીટી પર રિલીઝ, જાણો ક્યાં જોઇ શકાશે

Fighter movie on OTT : સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઇટર OTT પર રિલીઝ થઇ છે. હવે તમે ઘરે બેઠા નેટફ્લિક્સ પર ફિલ્મ ફાઇટર જોઇ શકો છો.

Fighter movie on OTT : સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઇટર OTT પર રિલીઝ થઇ છે. હવે તમે ઘરે બેઠા નેટફ્લિક્સ પર ફિલ્મ ફાઇટર જોઇ શકો છો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Fighter Ott Release Date | Fighter Ott Release Date Netflix | Fighter Ott Release Date and time | Hrithik Roshan | Deepika Padukone

આ દિવસે'ફાઇટર' ઓટીટી પર રિલીઝ થશે, જાણો ક્યા જોઇ શક્શો (ફોટો હ્રિતિક રોશન ઇન્સ્ટા)

Fighter Movie On OTT : બોલિવૂડ એક્ટર હ્રિતિક રોશન, અનિલ કપૂર અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'ફાઇટર' અંગે અપડેટ સામે આવ્યું છે. ભારતીય વાયુસેના પર આધારિત અને એક્સનથી ભરપૂર ફિલ્મ ફાઇટરની ઓટીટી રિલીઝ થઇ ગઇ છે. હવે તમે આ મુવી તમારા મોબાઇલ કે સ્માર્ટ ટીવીમાં ઘરે જ માણી શકો છો.

Advertisment
Fighter Movie on OTT | Deepika Padukone | Hrithik Roshan
Fighter Movie on OTT: દીપિકા પાદુકોણ અને રિતિક રોશન અભિનિત ફાઇટર મુવી ઓટીટી પર રિલીઝ

ફાઈટર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ અંગેનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નેટફ્લિક્સ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. 21 માર્ચ રાત્રે 12:00 વાગ્યાથી નેટફ્લિક્સ પર ફાઈટર ફિલ્મ ઉપલબ્ધ થઇ છે. દર્શકો તેને મોબાઇલ કે સ્માર્ટ ટીવી સ્ક્રીન પર ઘરે જ એન્જોય કરી શકે છે.

ફાઇટર 250 કરોડના બજેટમાં તૈયાર થઈ હતી. જો ફાઈટરના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો તે 254 કરોડની કમાણી કરી શકી હતી, જ્યારે આ ફિલ્મનું ગ્લોબલી કલેક્શન 350 કરોડનું રહ્યું હતું.

Advertisment

આ પણ વાંચો : Deepika Padukone : દીપિકા પાદુકોણ મુંબઇમાં નહીં કરે ડિલિવરી? કપલે લીધો મોટો નિર્ણય

સિદ્ધાર્થ આનંદે ફિલ્મ 'ફાઈટર'નું નિર્દેશન કર્યું છે. આ પહેલા સિદ્ધાર્થ આનંદે ઋતિક સાથે 'બેંગ બેંગ' અને 'વોર' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં ઋતિક રોશને સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ઉર્ફે પેટીનું પાત્ર ભજવ્યું છે.

celebrities દીપિકા પાદુકોણ મનોરંજન ન્યૂઝ