Fighter Teaser : ઘણા સમયથી હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણ (Deepika Pdukone) ની આગામી મુવી ફાઈટર (Fighter) જોરશોરથી ચર્ચામાં છે. આ વચ્ચે ફિલ્મ ફાઇટરનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝર જોઇને તમે ફિલ્મ જોવા માટે બેબાક થઇ જશો.
એક મિનિટ 13 સેકન્ડ લાંબા ટીઝરમાં હ્રિતિક રોશનના દમદાર એકશન સીન્સ, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરની એક્ટિંગ જોઇને તમે ખુશ થઇ જશો. ઉલ્લેખનીય છે કે, નિર્માતાઓએ ફિલ્મમાં જબરદસ્ત એરિયલ એક્શનનું વચન આપ્યું છે.
ફાઈટરમાં હ્રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર લીડ રોલમાં છે. તેઓ આ ફિલ્મમાં સ્ક્વોડ્રન લીડરની ભૂમિકા નિભાવતા જોવા મળશે. ફાઇટરમાં હ્રિતિ રોશનના પાત્રનું નામ છે ‘પેટી’ , જ્યારે દીપિકા ‘મિન્ની’નો રોલ કરી રહી છે અને અનિલ કપૂર ‘રોકી’નું પાત્ર નિભાવતા જોવા મળશે. ફાઇટરમાં એક્શન, રોમાન્સ અને ઈમોશનનું મિશ્રણ છે.
હ્રિતિક રોશને પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટીઝર રિલીઝ કર્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘દરેક ફ્લાઇટ દેશના નામે છે’. ચાહકોએ ટીઝર પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે, એક યુઝરે લખ્યું, ફર્સ્ટ ડે, ફર્સ્ટ ડે, બીજા યુઝરે લખ્યું, ઉફ્ફ નેક્સ્ટ લેવલ. ઘણા લોકોએ ફાયર ઇમોજી સાથે કોમેન્ટ્સ ડ્રોપ કરી છે.
ફાઈટરનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે, જેણે અત્યાર સુધી ‘પઠાણ’ અને ‘યુદ્ધ’ જેવી ફિલ્મો બનાવી છે. તે જ સમયે, ફિલ્મનું નિર્માણ વાયકોમ 18 સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. ફાઈટરની રિલીઝ ડેટની વાત કરીએ તો તે આવતા વર્ષે રિપબ્લિક ડેના અવસર પર રિલીઝ થશે. ફાઈટર 25 જાન્યુઆરી, 2024ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.





