Express Adda : બોલીવૂડના પ્રખ્યાત ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહર સોમવારે ઇન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કાના સવાલોના જવાબ આપ્યા હતા. એક્સપ્રેસ અડ્ડામાં જ્યારે કરણ જોહરને સરવાલ કરવામાં આવ્યો કે K3G થી અત્યાર સુધી પ્રેમમાં કેટલો ફેરફાર આવ્યો છે. તો તેમણે કહ્યું કે ઇશ્ક ક્યારેક તકરારનું કારણ બનતો હતો. ઇશ્કનું નામ સાંભળતા જ પરિવાર અને સમાજનું દબાણ સામે આવી જતું હતું. જોકે હવે ઘણા હદ સુધી ચોઇસ અને ઓપિનિયન પ્રેમના ક્ષેત્રમાં પ્રવેશ કરી ચુક્યા છે. આજના સમયમાં પુરુષ અને મહિલાઓ પોતાના નિર્ણયો જાતે કરે છે. છેલ્લા અઢી દાયકામાં પ્રેમ નિર્ભરતાથી સ્વતંત્રતા તરફ વધ્યો છે. આજે પ્રેમની ભાવનામાં ઘણી સ્વતંત્રતા આવી ગઇ છે.
Express Adda માં કરણ જોહરની ખાસ વાતો
-ધર્મા પ્રોડક્શનને લગતા એક સવાલ પર કરણ જોહરે કહ્યું કે ભવિષ્યમાં અમે અમારા વર્ટિકલ્સને વિસ્તારવા માંગીએ છીએ. પોતાનું ડિસ્ટ્રી બ્યૂશન નેટવર્ક ઉભું કરવાનું પસંદ કરીશું, પોતાનું મ્યુઝિક લેબલ ઉભું કરવા ઇચ્છીશું અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે પોતાનું બુનિયાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા ઇચ્છીશું.
-બોલિવૂડ વિરુદ્ધ સાઉથ ફિલ્મો (Bollywood vs South Films) પર કરણ જોહરે કહ્યું કે બોલિવૂડ માટે એક કે બે વર્ષ ખરાબ ગયા, તેનો અર્થ એ નથી કે બોલિવૂડનો બોયકોટ કરી દો, હલ્લો કરવા લાગ્યા કે બોલિવૂડ ખતમ થઈ ગયું છે. સાઉથ જબરજસ્ત છે. આ વર્ષની જેમ અમે દર વર્ષે જબરદસ્ત પ્રદર્શન કરીશું.
-ટ્રોલ્સ પર કરણ જોહરે કહ્યું કે મને ખબર નથી કેમ આવું કેમ છે પણ દરેક સ્થાને સાપની ઇમોજી મારો પીછો કરે છે. તે નકારાત્મક હોવા છતાં ઘણા ક્રિએટિવ છે. હું ટ્વિટર પર નથી પરંતુ સ્નેક ઇમોજી મારો પીછો કરે છે. તમારે મજબૂત બનવું પડશે કે આ તમને પ્રભાવિત ના કરે.
-ઓટીટીના સવાલ પર કહ્યું કે મને નથી લાગતું કે ઓટીટી કન્ટેન્ટ સિનેમા માટે કોઈ ખતરો છે. તે બીજાને મજબૂત કરી રહ્યું છે. આ લેખકોનું માધ્યમ છે. તેને તાકાત મળી રહી છે. આનાથી આપણું સિનેમા વધુ મજબૂત બનશે. આ ફિલ્મ જોવાથી અલગ છે. છેલ્લા કેટલાક સમયથી ફેરફાર આવ્યો છે કે દર્શકો થિયેટરમાં પરત ફરી રહ્યા છે.





