/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Fish-Venkat-death-news.jpg)
ફિશ વેંકટના મૃત્યુના સમાચાર
Fish Venkat | તેલુગુ સિનેમાના પ્રખ્યાત અભિનેતા ફિશ વેંકટ (Fish Venkat) ઉર્ફે વેંકટ રાજાનું 18 જુલાઈના રોજ અવસાન થયું છે. ફિશ વેંકટ છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા અને તેમને હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ફિશ વેંકટને ત્યાં બચાવી શકાયા નહીં અને ગઈકાલે રાત્રે તેમનું અવસાન થયું હતું.
ફિશ વેંકટને કિડની ફેલ્યોર ની સમસ્યા હતી
53 વર્ષીય ફિશ વેંકટ છેલ્લા ઘણા મહિનાઓથી કિડની ફેલ્યોરને કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું હતું અને તાજેતરમાં તેની તબિયત વધુ ખરાબ થતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ડોકટરોના પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહીં. તેણે હૈદરાબાદની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ફિશ વેંકટ એક પ્રખ્યાત હાસ્ય કલાકાર હતા જેમણે કોમિક પાત્રોથી પોતાની ઓળખ બનાવી હતી, તેણે પડદા પર વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા હતા. હાસ્ય કલાકાર હોવા ઉપરાંત, એક્ટરે ઘણી મુવીમાં નકારાત્મક ભૂમિકાઓમાં પણ દેખાયા હતા. તેઓ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતો ચહેરો હતા. હૈદરાબાદમાં જન્મેલા ફિશ વેંકટે 2000 ના દાયકાની શરૂઆતમાં ફિલ્મ 'કુશી' દ્વારા તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.
ફિશ વેંકટ આદિ, બન્ની, અદૂર, ગબ્બર સિંહ અને ડીજે ટિલ્લુ જેવી ઘણી મુવીમાં શાનદાર અભિનય કર્યો હતો. ફિશ વેંકટ તાજેતરમાં 'સ્લમ ડોગ હસબન્ડ', 'નરકાસુર' અને 'કોફી વિથ અ કિલર' જેવી મુવીમાં દેખાયા હતા. તેણે પવન કલ્યાણ, અલ્લુ અર્જુન, રવિ તેજા અને નાગાર્જુન જેવા ઘણા મોટા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે.
Akshay Kumar: અક્ષય કુમારની દરિયા દિલી, SM રાજુના મોત બાદ ભારતના 700 સ્ટંટમેનનો ઈન્શ્યોરન્સ કરાવ્યો
ફિશ વેંકટને પ્રભાસએ તેના મુશ્કેલ સમયમાં મદદ કરવા આગળ આવ્યો હતો. પ્રભાસે ફિશ વેંકટના કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 50 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આ માહિતી ફિશ વેંકટની પુત્રી શ્રાવંતીએ પોતે મીડિયાને આપી હતી.
શ્રાવંતીએ તેલુગુ સિનેમાના અન્ય સ્ટાર્સને પણ મદદ કરવા અપીલ કરી હતી. શ્રાવંતીએ ચિરંજીવી, પવન કલ્યાણ, અલ્લુ અર્જુન અને જુનિયર એનટીઆર જેવા સુપરસ્ટારને ફિશ વેંકટને તેના મુશ્કેલ સમયમાં મદદ કરવા અપીલ કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us