/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/friday-release-29-march-upcoming-movies-and-films.jpg)
Friday Release : ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોથી લઇને પટના શુકલા સહિત આ ફિલ્મ અને સીરિઝ ઓટીટી પર રિલીઝ
Friday Release : આજે 29 માર્ચના રોજ ઓટીટીથી લઇને સિનેમાઘરોમાં ઘણી સારી ફિલ્મો અને વેબ સીરિઝ રિલીઝ થઇ છે. જેમાં ક્રાઇમ થ્રિલરથી લઇને ખડખડાટ હસાવનારી ફિલ્મો સામેલ છે. તો ચલો તેની યાદી અને કંઇ સૌથી સારી ફિલ્મ કે સીરિઝ છે તે જણાવીએ.
ઇન્સપેક્ટર ઋષિ
ક્રાઇમ થ્રિલર વેબ સીરિઝ ઇન્સપેક્ટર ઋષિ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઇ ગઇ છે. સીરિઝ ઇન્સપેક્ટર ઋષિની કહાની વિશે વાત કરીએ તો એક પોલીસ અધિકારી તેની આખી ટીમ સાથે એક નાના ગામમાં થયેલી હત્યાઓની તપાસ કરે છે. ઇન્સપેક્ટર ઋષિ સીરિઝમાં નવીન ચંદ્ર, સુનૈના યેલ્લા, શ્રીકૃષ્ણ દયાળ અને કન્ના રવિ જેવા સિતારાઓ છે.
પટના શુક્લા
રવીના ટંડનની ફિલ્મ પટના શુક્લા ડિઝની પ્લ્સ હોટસ્ટાર (Disney + Hotstar) પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ નંબર સ્કેમ પર આધારિત છે. આ કોર્ટ રૂમ ડ્રામાં ફિલ્મમાં રવીના સિવાય દિવગંત અભિનેતા સતીશ કૌશિક, અનુષ્કા કૌશિક અને ચંદન સાન્યાલ નજર આવશે.
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો
કપિલ શર્માનો શો ઘ ગ્રેટ ઇન્ડિયન કપિલ પણ આજે નેટફ્લિક્સ પર લાંબી રાહ બાદ સ્ટ્રીમ થઇ ગયો છે. આ શોમાં વર્ષો પછી કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર નજર આવશે. વર્ષો પહેલા સુનીલ અને કપિલ વચ્ચે કોઇ બાબતે ઝગડો થતાં કોમેડિયન સુનીલ ગ્રોવરે શો છોડી દીધો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us