/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-10-03T145312.946.jpg)
Fukrey 3 Box Office Collection Day 5 : ફુકરે 3 બોક્સ ઓફિસ કલેક્શન ડે 5
Fukrey 3 Collection : કોમેડી ફિલ્મ ફુકરે 3 સિનેમાઘરોમાં રિલીઝ થઇ તેને 5 દિવસ પૂર્ણ થઇ ગયા છે. ત્યારે પુલકિત સમ્રાટ, રિચા ચઢ્ઢા, પંકજ ત્રિપાઠી અને વરૂણ શર્માની સુપર કોમેડી ફુક્રરે 3 લોકોને ખુબ પસંદ આવી રહી છે. તેથી ઓછા બનેલી ફિલ્મે માત્ર 5 જ દિવસમાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. ફુકરે 3એ તેની રિલીઝના માત્ર 5 દિવસમાં અડધી સદી વટાવી દીધી છે. આવી સ્થિતિમાં ફિલ્મને વીકેન્ડ અને ગાંધી જયંતિનો બંપર ફાયદો મળ્યો છે. ચો ચલો જાણીએ ફુકરે 3એ બોક્સ ઓફિસ પર સોમવારે શાહરૂખ ખાનની 'જવાન'ને માત આપીને કેટલી કમાણી કરવામાં સફળ રહી?
મહત્વનું છે કે, શાહરૂખ ખાનની જવાન અને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોરને માત આપીને તેની રિલીઝના પાંચમા દિવસે એટલે કે તેના પહેલા સોમવારે, ‘ફુકરે 3’એ 11.50 કરોડ રૂપિયાની મબલક કમાણી કરવામાં સફળ રહી છે.
Fukrey 3એ અપેક્ષા કરતાં વધુ કમાણી કરી છે. ફુકરે 3એ પહેલા દિવસે 8.20 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મની કમાણી 7.81 કરોડ રૂપિયા હતી. ત્રીજા દિવસે ફુકરે 3નું કલેક્શન વધ્યું અને ફિલ્મે 11.67 કરોડ રૂપિયાની કમાણી કરી. રવિવારે એટલે કે ચોથા દિવસે, ફુકરે 3 એ 15.18 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. એટલે કે માત્ર 5 દિવસમાં ફુકરે 3 એ બોક્સ ઓફિસ પર અડધી સદી ફટકારી.
આ પણ વાંચો : શ્રીદેવીનું મોત કેવી રીતે થયું હતું? પાંચ વર્ષ પછી ઉઠ્યો પડદો, જાણો શું થયું હતું?
ફુકરે 3એ અત્યાર સુધીમાં રૂ. 54.98 કરોડનું કલેક્શન કર્યું છે. આવા સંજોગોમાં એવુ કહેવામાં આવી રહ્યું છે કે ફુકરે 3 આ સપ્તાહના અંતે 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ફુકરે 3 લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. અગાઉ રિલીઝ થયેલા બંને પાર્ટ્સ પણ ચાહકોને પસંદ આવ્યા હતા. ફુકરે 3નું નિર્દેશન મૃગદીપ સિંહ લાંબા દ્વારા કરવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us