/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-11T140758.537.jpg)
Gadar 2 : ગદર 2ના 12મા દિવસનું કલેક્શન જાણીને ફેન્સ ખુશ થઇ જશે
Gadar 2 Box Office Collection Day 3 : 11 ઓગસ્ટનો દિવસ સિનેમાધરો અને લોકો માટે સ્પેશિયલ હતો. કારણ કે તે દિવસે બે મોટી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. પ્રથમ સની દેઓલ (Sunny Deol) ની ગદર 2 અને બીજી અક્ષય કુમાર (Akshay Kumar) ની OMG 2. આવી સ્થિતિમાં લોકોની નજર બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ છે. મહત્વનું છે કે, ગદર 2ની રિલીઝ પહેલા જ લોકોમાં ભારે ક્રેજ જોવા મળ્યો હતો. જેનો ફાયદો ફિલ્મને શરૂઆતના દિવસે જ થયો હતો. ત્યારે ફિલ્મે પહેલા જ દિવસે 40.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેવામાં વધુ એક સારા સમાચાર સામે આવ્યાં છે.
ગદર 2નો ક્રેઝ તો સેલેબ્સથી માંડીને રાજકીય નેતાઓમાં પણ
ગદર 2નો ક્રેઝ તો સેલેબ્સથી માંડીને રાજકીય નેતાઓમાં પણ જોવા મળ્યો છે. ગદર 2ના તમામ શો હજુ સુધી હાઉસફુલ છે. આવા સંજોગોમાં ગદર 2એ પહેલા જ સપ્તાહમાં કમાલ કરી બતાવ્યો છે. ગદર 2ને લોકો તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ગદર 2એ રવિવારે મબલક કમાણી કરી છે. જેને પગલે ગદર 2એ પ્રથમ સપ્તાહમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
ગદર 2 અને OMG 2 વચ્ચે જોરદાર ટક્કર
ઉલ્લેખનીય છે કે, ગદર 2 અને OMG 2 સિનેમાઘરોમાં એકસાથે રિલીઝ થતાં તેની વચ્ચે જોરદાર ટક્કર છે. કારણ કે આ બંને ફિલ્મોને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવા સંજોગોમાં આ બંને ફિલ્મો વચ્ચે સિનેમાઘરોમાં ધમાસાણ ચાલી રહ્યું છે. જો કે અક્ષય કુમારની ફિલ્મ OMG 2 કમાણી મામલે ગદર 2થી પાછળ છે. સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 પહેલા જ સપ્તાહમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે, ગઇકાલે રવિવારે (13 ઓગસ્ટ) ગદર 2ને જોવા માટે સિનેમાઘરો ખચોખચ ભર્યા હતા. જેને પગલે ગદર 2એ રવિવારે અ઼ડધી સદી એટલે 52 કરોડનું કલેક્શન કરી લીધું છે.
ગદર 2નું કુલ કલેક્શન
જો ગદર 2ના પ્રતિદિન કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિર પર 40.10 કરોડ, બીજા દિવસે 43.08 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે રવિવારે 52 કરોડની કમાણી કરી હતી. તેથી ગદર 2નું અત્યાર સુધીનું કુલ કલેક્શન 133 કરોડથી વધુ હોવાની વિગત પ્રાપ્ત છે. ફિલ્મની બહોળી સફળતા જોઇને ચાહકો ખુશખુશાલ છે. 22 વર્ષ બાદ પણ ફેન્સ તારા સિંહ અને સકીનાની જોડી પર ભરપૂર પ્રેમ લૂટાવી રહ્યા છે.
OMG 2 કુલ કલેક્શન
બીજી તરફ અક્ષય કુમારની OMG 2ની વાત કરીએ તો આ ફિલ્મને લઇને જે ખરાબ વાણી ફરી હતી તેને આ ફિલ્મે ખોટી સાબિત કરી છે. OMG 2એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 1.26 કરોડની કમાણી હતી, જ્યારે બીજા દિવસે ફિલ્મ 15.30 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. જો આ રીતે OMG 2ની કમાણીમાં સતત વધારો થતો રહેશે તો ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડનો આંકડો પાર કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us