Gadar 2 Box Office Collection Day 10 : સની દેઓલ અમીષા પટેલ જોડીનો જાદુ, ગદર 2 બંપર કમાણી

Gadar 2 Gadar 2 Box office collection Day 10 : સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2ને લઇને મોટા અને સારા સમાચારે સામે આવ્યાં છે. આ ફિલ્મે રિલીઝના 10માં દિવસે મબલક કમાણી કરી છે.

Written by mansi bhuva
Updated : August 21, 2023 14:53 IST
Gadar 2 Box Office Collection Day 10 : સની દેઓલ અમીષા પટેલ જોડીનો જાદુ, ગદર 2 બંપર કમાણી
Gadar 2 : ગદર 2ના 12મા દિવસનું કલેક્શન જાણીને ફેન્સ ખુશ થઇ જશે

Gadar 2 Box Office Collection Day 10 : બોલિવૂડ એક્ટર સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ગદર 2ની કમાણીમાં સતત વધારો થઇ રહ્યો છે. ગદર 2ને રિલીઝ થયાના 10 દિવસ થઇ ગયા છે છતાં લોકોમાં ફિલ્મનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં તારા સિંહ અને સકીનાની જોડીએ 22 વર્ષ બાદ ફરી એક વાર ઇતિહાસ રચ્યો છે. ગદર 2ના દસમાં દિવસના કમાણીના આંકડા સામે આવી ગયા છે. ગદર 2 દસમાં દિવસે જોરદાર કલેક્શન કર્યું છે.

ગદર 2નો બીજા વીકેન્ડમાં જાદુ યથાવત

ગદર 2નો બીજા વીકેન્ડમાં સિનેમાઘરોમાં જાદુ યથાવત છે. ત્યારે શનિવારે ફિલ્મે 31.07 કરોડની કમાણી કરી હતી. જ્યારે રિવવારે ગદર 2એ 41 કરોડનો વેપાર કર્યો હતો. જે ફિલ્મની પહેલા દિવસની તુલનાએ વધારે છે. ગદર 2એ ઓપનિંગ ડેના 40.10 કરોડની કમાણી કરી ખાતું ખોલ્યું હતું. મહત્વનું છે કે, હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું પહેલા થયું છે કે કોઇ ફિલ્મે સતત બીજા વીકેન્ડના પ્રથમ દિવસે સૌથી વધુ કલેક્શન કર્યું હોય.

આ પણ વાંચો : સની દેઓલના જુહુમાં આવેલા બંગલાની હરાજી અંગે મોટું અપડેટ, બેંકે 24 કલાકમાં બદલ્યો નિર્ણય

ગદર 2નું છપ્પરફાડ કલેક્શન

આ સાથે ગદર 2ના ટોટલ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ 400 કરોડના ક્લબમાં સામેલ થવા માટે તૈયાર છે. ગદર 2ના દસમાં દિવસની તાબડતોડ કમાણી સાથે અત્યાર સુધીનું ફિલ્મનુ કુલ કલેક્શન 377.20 કરોડ રૂપિયા છે. હવે ફેન્સ એ વાટે છે કે ફિલ્મ જલ્દી 400 કરોડનો આંકડો પાર કરે. ત્યારે ફિલ્મ વિવેચકોએ એવું અનુમાન લગાવ્યું છે કે, જો આ જ રફતાર સાથે ગદર 2ની આવકમાં સતત વધારો થશે તો ફિલ્મ ટૂંક સમયમાં 500 કરોડનો અંક પણ પાર કરી લેશે.

આ પણ વાંચો : Indias Top Influencers : આ છે ભારતના સૌથી મોંઘા સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર્સ, નેટવર્થ દિગ્ગજ સેલિબ્રિટીથી કમ નથી

OMG 2નું કુલ કલેક્શન

બીજી બાજુ OMG 2 પણ ગદર 2 સાથે સિનેમાઘરોમાં અવતરિત થઇ હતી. OMG 2 દસ દિવસમાં માંડ 100 કરોડનો આંકડો પાર કરી શકી છે. OMG 2 રવિવારે 12.70 કરોડનું કલેક્શન કરવામાં સફળ રહી છે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 114.31 કરોડ઼ રૂપિયા છે. આવી સ્થિતિમાં અક્ષય કુમારની OMG 2ના નિર્માતાઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ