Gadar 2 Box Office Collection Day 12 : સની દેઓલની ‘ગદર 2’એ રિલીઝના 12માં દિવસે 400 કરોડનો આંકડો પાર કરીને પઠાણ સહિત આ હિટ ફિલ્મોને પાછળ છોડી

Gadar 2 Box office collection Day 12 : સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2ને લઇને મોટા અને સારા સમાચારે સામે આવ્યાં છે. આ ફિલ્મે રિલીઝના 12માં દિવસે મબલક કમાણી કરી છે.

Written by mansi bhuva
August 23, 2023 11:16 IST
Gadar 2 Box Office Collection Day 12 : સની દેઓલની ‘ગદર 2’એ રિલીઝના 12માં દિવસે 400 કરોડનો આંકડો પાર કરીને પઠાણ સહિત આ હિટ ફિલ્મોને પાછળ છોડી
Gadar 2 : ગદર 2ના 12મા દિવસનું કલેક્શન જાણીને ફેન્સ ખુશ થઇ જશે

Gadar 2 Box Office Collection Day 12: વર્ષ 2023માં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ શાનદાર શરૂઆત કરી દીધી છે. આ વર્ષની શરૂઆતમાં શાહરૂખ ખાનની ‘પઠાણ’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. પઠાણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી તાબડતોડ કમાણી કરી હતી. ત્યારે આ મહિનામાં સની દેઓલની ગદર 2 રિલીઝ થઇ હતી. હવે ગદર 2 એ પઠાણના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બોક્સ ઓફિસ પર તેની જબરદસ્ત કમાણી કરી બધાને દંગ કરી દીધા છે.

22 વર્ષ પછી પણ સની દેઓલ અને સકીનાની જોડીનો જાદુ લોકોના માથે ચડી બોલ્યો છે. અનિલ શર્માના નિર્દેશનમાં બનેલી ગદર 2 એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. ફિલ્મે 12 દિવસમાં 400 કરોડનું કલેક્શન કર્યું હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ગદર 2 સની દેઓલની પ્રથમ 400 કરોડની ફિલ્મ બની હતી.

ગદર 2 પહેલા પઠાણ 400 કરોડની કમાણી કરનાર સૌથી ઝડપી હિન્દી ફિલ્મ હતી. હવે ગદર 2 એ પઠાણના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બંને ફિલ્મોએ 12 દિવસમાં 400 કરોડની કમાણી કરી લીધી છે. બીજી તરફ, બાહુબલી 2 (હિન્દી) એ 14 દિવસમાં 400 કરોડ ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી છે. KGF 2 (હિન્દી) એ 23માં દિવસે 400 કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો હતો. તો સનીની ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડની કમાણી કરી છે. ગદર 2 એ કમાણીમાં ઘણી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોને માત આપી છે. સનીની ફિલ્મ શાહરૂખ ખાનની ‘પઠાણ’ને ટક્કર આપી રહી છે.

આ પણ વાંચો : Raksha Bandhan 2023 : રક્ષાબંધન પર તમારી લાડલી બહેનને આ ભેટ આપશો તો ચોક્કસ પસંદ આવશે, જુઓ યાદી

લોકોનો આવો પ્રેમ જોઈ સની દેઓલ પણ ખુશ થયો હતો. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, તે ખુદ એ વાતથી અજાણ છે કે લોકો હજુ પણ તેને આટલો પ્રેમ કરે છે. જ્યારથી સનીની ગદર 2 સુપરહિટ બની છે ત્યારથી નિર્માતાઓ તેની સફળતાનો લાભ ઉઠાવવામાં વ્યસ્ત છે. સનીની આ ફિલ્મની સિક્વલ બનવાના અહેવાલો છે. જોકે અભિનેતાએ હજુ સુધી કોઈ નવો પ્રોજેક્ટ સાઈન કર્યો નથી. ગદર 2ની સુપર સફળતા પછી ચાહકો અભિનેતાને ફરીથી સ્ક્રીન પર જોવાની રાહ જોઈ રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ