સનીદેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2ની ગતિ હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ફિલ્મે પહેલા બે સપ્તાહમાં 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. પરંતુ 15માં દિવસે હવે ફિલ્મે અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરી છે. 15માં દિવસે માત્ર 6.70 કરોડનો જ બિઝનેસ કર્ોય છે. 14માં દિવસે ગદર 2 એ માત્ર 8.40 કરોડની કમાણી કરી હતી.
sacnilkના રિપોર્ટ પ્રમાણે ફિલ્મે 40.1 કરોડથી વધારેની ઓપનિંગ કરી હતી. ફિલ્મ 11 ઓગસ્ટે રિલિઝ થઈ હતી. ફિલ્મે આશા કરતા વધારે બિઝનેસ કર્યો છે. હવે ટૂંક સમયમાં જ શની દેઓલની આ ફિલ્મ 500 કરોડનો આંકડો પાર કરી શકે છે. પહેલા દિવસ 40.1 કરોડ અને બીજા દિવસે 43 કરોડ રૂપિયા કમાણી કરીહતી.
ત્રીજા દિવસે 20 ટકા વધારે કરતા ગદર 2 એ 52.7 કરોડનો વેપાર કર્યો હતો. ચોથા દિવસ 38.7 કરોડનો વેપાર કરતા ફિલ્મે સૌથી વધારે બિઝનેસ પાંચમાં દિવસે કર્યો હતો. આ દિવસે ગદર 2 એ 55.4 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. છઠ્ઠા દિવસે 32.37 કરોડ, સાતમા દિવસ 23.28 કરોડ રૂપિયા થયા. ફિલ્મી પહેલા સપ્તાહની ક્લોસિંગ 283.63 કરોડ પર પહોંચી હતી.
ફિલ્મે આઠમાં દિવસે 20.05 કરોડ કમાણી કરી હતી. નવમાં દિવસે 31.07, દસમા દિવસે 38.9 કરોડ અને 11માં દિવસે 14 કરોડનો વેપાર થયો હતો. 12માં દિવસે ફિલ્મે 12.1 કરોડ, 13માં દિવસે 10 કરોડ, 14માં દિવસે 8.40 કરોડ અને 15માં દિવસે 6.70 કરોડનો વેપાર કર્યો હતો.
ફિલ્મે ગદર 2 ની સફળતાની વાત કરીએ તો 25 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી નવા સંસદ ભવમાં દેખાડવામાં આવશે. સમાચાર એ પણ મળી રહ્યા છે કે ઉપરાષ્ટ્રપતિ પણ ગદર 2 જોશે. સની દેઓલ અને અમીષા પટેલ પોતાની ફલ્મના પ્રમોશનમાં દિવસ રાત કર્યા હતા. 25 ઓગસ્ટે અમિષા પટેલ ગુજરાતમાં પણ પોતાની ફિલ્મના પ્રમોશન કરતા પહોંચી હતી.





