/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-09-01T102037.532.jpg)
Gadar 2 : ગદર 2એ રિલીઝના 21માં દિવસે શાહરૂખ ખાનની 'પઠાણ'ને પછાડી કરી શોકિંગ કમાણી
Gadar 2 Sunny Deol Collection : સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ગદર 2 એક એવી પ્રેમગાથા છે જેની સામે શાહરૂખ ખાનની પઠાણ તેમજ અક્ષય કુમારની OMG 2નો જલવો પણ ફિક્કો પડી ગયો. ગદર 2નો દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો કે, શાહરૂખ ખાનની પઠાણને પછાડી 21મા દિવસે બોક્સ ઓફિસ પર શોકિંગ કમાણી કરી હોવાના સમાચાર સામે આવ્યાં છે.
બોક્સ ઓફિસ પર ગદર 2ની કમાણીની રફતાર ધીમી પડવાનું નામ લઇ રહી નથી. સચનિકના અહેવાલ અનુસાર, ગદર 2એ 21માં દિવસે બોક્સ ઓફિસ પર 7.50 કરોડનો વેપાર કર્યો છે. જો કે, આ આંકડો અનુમાનિત છે. પરંતુ એવો અંદાજો લગાવવામાં આવ્યો છે કે, આ ફિલ્મે 21માં દિવસે પઠાણનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે ગદર 2 આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની ગઇ છે. પહેલા સ્થાને હજુ પણ શાહરૂખ ખાનની 'પઠાણ' જ છે.
ગદર 2 ફિલ્મના કુલ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મનું અત્યાર સુધીનુ કુલ કલેક્શન 481.85 કરોડ રૂપિયા છે. બીજી બાજુ આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ડ્રીમ ગર્લ 2 પણ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. ડ્રીમ ગર્લે અત્યાર સુધીમા કુલ 67.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આવી સ્થિતિમાં ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડનો આંકડો પાર કરી શકે છે.
Jawan Trailer : બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન પઠાણ બાદ એકશન ફિલ્મ જવાન લઇ આવી રહ્યો છે. આ વર્ષના પ્રારંભમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણમાં શાહરૂખ ખાને એકશન સીન કરીને બધાને દંગ કરી દીધા હતા. હવે શાહરૂખ ખાન તેનાથી પણ મોટો વિસ્ફોટ કરશે તેવું લાગી રહ્યું છે. શાહરૂખ ખાન હાલ તેની આગામી ફિલ્મ ‘જવાન’ને કારણે સતત ચર્ચામાં છે. જવાન ફિલ્મ ટ્રેલર 31 ઓગસ્ટના રોજ રિલીઝ કરી દેવાયું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us