Gadar 2 Box Office Collection Day 5 : સની દેઓલની ગદર 2એ રચ્યો ઇતિહાસ, 15મી ઓગસ્ટના દિવસે ફિલ્મે 200 કરોડનો આંકડો કર્યો પાર, આટલું છે કુલ કલેક્શન

Gadar 2 Box Office Collection Day 5 : સની દેઓલની ગદર 2એ રચ્યો ઇતિહાસ, 15મી ઓગસ્ટના દિવસે 200 કરોડનો આંકડો કર્યો પાર, આટલું છે કુલ કલેક્શન

Written by mansi bhuva
August 16, 2023 12:02 IST
Gadar 2 Box Office Collection Day 5 : સની દેઓલની ગદર 2એ રચ્યો ઇતિહાસ, 15મી ઓગસ્ટના દિવસે ફિલ્મે 200 કરોડનો આંકડો કર્યો પાર, આટલું છે કુલ કલેક્શન
Gadar 2 : ગદર 2ના 12મા દિવસનું કલેક્શન જાણીને ફેન્સ ખુશ થઇ જશે

Gadar 2 Box Office Collection Day 5 : 11 ઓગસ્ટે બે મોટી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. પ્રથમ સની દેઓલ (Sunny Deol) ની ગદર 2 અને બીજી અક્ષય કુમાર (Akshay Kumar) ની OMG 2. આવી સ્થિતિમાં લોકોની નજર બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ છે. મહત્વનું છે કે, ગદર 2ની રિલીઝ પહેલા લોકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. જેનો ફાયદો ફિલ્મને શરૂઆતના દિવસે જ થયો હતો. ત્યારે ફિલ્મે પહેલા જ દિવસે 40.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેવામાં વધુ એક સારા અને મોટા સમાચાર સામે આવ્યાં છે. ગદર 2એ રિલીઝના પાંચ દિવસમાં મબલક કમાણી કરીને પોતાના નામે રેકોર્ડ સર્જયો છે.

ગદર 2નો પાંચ દિવસે પણ દબદબો

Sacnilk.com અનુસાર, ગદર 2એ માત્ર પાંચ દિવસની અંદર 229 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જેમાં સૌથી વધુ ફાયદો ફિલ્મને 15મી ઓગસ્ટનો થયો છે. કારણ કે ગદર 2એ 15મી ઓગસ્ટના દિવસે જ સૌથી વધુ કમાણી કરી છે. જેને પગલે ગદર 2 ટૂંક સમયમાં 250 કરોડનો આંકડો પાર કરશે તેવી શક્યતા છે. ગદર 2એ 15મી ઓગસ્ટના દિવસે એટલે કે પાંચમાં દિવસે 55.5 કરોડ રૂપિયાનું કુલ કલેક્શન કર્યું છે. જે ફિલ્મનું અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન છે.

ગદર 2એ બંપર વેપાર કર્યો

ગદર 2એ એડવાન્સ બુકિગમાં પણ બંપર વેપાર કર્યો છે. આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. આ સિવાય ઇન્ડસ્ટ્રીના લોકો પણ ગદર 2ના ભરપૂર વખાણ કરી રહ્યા છે. જેમાં સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર ગદર 2ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ભાઇજાને લખ્યું હતું કે, ઢાઇ કિલો કા હાથ, 40 કરોડની ઓપનિંગ બરાબર. સની પાજી ધમાણ મચાવી રહ્યા છે. ગદર 2ની પૂરી ટીમને શુભેચ્છા.

ગદર 2ની દર્દનાક કહાની

સલમાન ખાન ઉપરાંત કાર્તિક આર્યન પણ આ ફિલ્મ જોવા માટે સિનેમાઘર પહોંચ્યો હતો. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે ગદર પૂર્વ સૈનિક બૂટા સિંહ અને જૈનબની રિયલ લવ સ્ટોરીથી પ્રેરિત છે. બૂટા સિંહ અને જૈનબની પ્રેમ કહાની બહુ દર્દભરી છે. જાણીને તમે પણ પીડા અનુભવશો.

ગદર 2માં સની દેઓલ બૂટા સિંહની ભૂમિકા નિભાવે છે. બૂટા સિંહ બ્રિટિશ આર્મીના પૂર્વ સૈનિક હતા. બૂટા સિંહે વર્લ્ડ વોર ટૂ દરમિયાન લોર્ડ માઉંટબેટની નેજા હેઠળ બર્મા મોર્ચો સંભાળ્યો હતો. મુસ્લિમ છોકરી જૈનબ સાથે તેમની પ્રેમ કહાની ભારત અને પાકિસ્તાનમાં પ્રસિદ્ધ છે. આપને જણાવી દઇએ કે, બૂટા સિંહ પંજાબના લુધિયાનામાં નિવાસ કરતા હતા.

આ પણ વાંચો : Independence Day Movies : દેશભક્તિથી છલોછલ આ ફિલ્મોની કહાની તમારા રૂંવાડા ઊભા કરી દેશે, જુઓ વીડિયો

મળતી માહિતી અનુસાર, ભારત-પાકિસ્તાનના વિભાજન સમયે જ્યારે પૂર્વ પંજાબથી ઘણા મુસ્લિમ પરિવારની હત્યા કરી દેવાય હતી. ત્ચારે એક મુસ્લિમ છોકરી જૈનબનું પાકિસ્તાન જનારા કાફલાએ અપહરણ કરી લીધું હતું. તે સમયે બૂટા સિંહે જૈનબને બચાવી હતી. તે જ સમયે બૂટા સિંહ જૈનબના પ્રેમમાં પડી ગયા હતા. આ પછી બૂટા સિંહ અને જૈનબ લગ્નના પવિત્ર બંધનમાં બંધાય ગયા હતા. બૂટા સિંહ અને જૈનબ બે દીકરીના માતા-પિતા બન્યા. તેમના નામ તનવીર અને દિલવીર રાખવામાં આવ્યા હતા.

જો કે બૂટા સિંહ અને જૈનબ વધુ સમય એકબીજા સાથે સમય રહી શક્યા નહોતા. કારણ કે ભારત-પાકિસ્તાનની સરકારે ઇન્ટર ડોમિનિયન ટ્રીટી પર હસ્તાક્ષર કરી લીધા હતા. જેને પગલે બંને દેશોની અપહરણ કરનારી મહિલાઓને બરામદ કરી શકાય.

પ્રાપ્ત વિગત અનુસાર, સર્ચ પાર્ટીને માલૂમ પડી ગયું હતુ કે, બૂટા સિંહના ધરમાં જૈનબ રહે છે. આ માહિતી જૈનબના ભત્રીજાઓએ જ સ્કેડની આપી હતી. તો કાયદાએ પણ ક્યારેય જૈનબની મર્જી વિશે પૂછ્યું ન હતું અને જબરદસ્તી તેને પાકિસ્તાનથી લાહોર લઇ જવાય હતી. જ્યાં તેનો પરિવાર સ્થાયી હતો.

આ પણ વાંચો : Kiara Advani : કિયારા અડવાણીએ સિદ્ધાર્થ સંગ લગ્ન કર્યા પછી પહેલી રસોઇમાં શું બનાવ્યું હતુ? કેવું ચાલી રહ્યું છે કપલનું લગ્ન જીવન, વાંચો

બૂટા સિંહે જૈનબને પાછી લાવવા માટે તમામ પ્રયત્નો કર્યા પરંતુ સફળ ન થતાં આખરે તેને ઇસ્લામ ધર્મને કબૂલ કરી લીધો હતો. ત્યારબાદ તેને પાકિસ્તાનમાં એન્ટ્રી કરી. પરંતુ જેનબના પરિવારે તેમના પર એટલું દબાણ કર્યું કે તેને પણ બૂટા સિંહ સાથે ભારત પરત ફરવા માટે ઇન્કાર કરી દીધો હતો. આ પછી બૂટા સિંહ પૂરી રીતે તૂટી ગયા હતા. જેને પગલે બૂટા સિંહે તેની દીકરી સાથે ટ્રેન સામે આત્મહત્યા કરી લીધી, પણ સદનસીબે તેની દીકરી બચી ગઇ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ