Gadar 2 box office collection : સની દેઓલની ગદર 2 સિનેમાઘરોમાં રિલીઝ થઇ તેને 6 દિવસ થઇ ગયા છે. ત્યારે ગદર 2ને લઇને હજુ પણ લોકમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગદર 2ને લોકો તરફથી શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે અને સિનેમાઘરો ખચોખચ ભરેલા હોય છે. આવી સ્થિતિમાં સની દેઓલની ગદર 2ની બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાનની પઠાણને કમાણીમાં ટક્કર આપશે કે કેમ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ તકે ચલો જાણીએ કે ગદર 2 પઠાણની કમાણીનો રેકોર્ડ તોડવાથી કેટલું દૂર છે? ત્યારે ગદર 2ના છઠ્ઠા દિવસના કમાણીના આંકડા સામે આવી ગયા છે.
ગદર 2 આ વર્ષની બીજી સૌથી મોટી કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. ગદર 2એ ધ કેરલા સ્ટોરી, રોકી ઔર રાની કી પ્રેમ કહાની, આદિપુરૂષને પછાડી કમાણીમાં આગળ નીકળી ગઇ છે. તેવામાં ગદર 2ના છઠ્ઠા દિવસની કમાણીની વાત કરીએ તો પ્રારંભિક આંકડા અનુસાર, સની દેઓલની ફિલ્મ ગદર 2એ બોક્સ ઓફિસ પર રિલીઝના છઠ્ઠા દિવસે પણ ખુબ ધમાલ મચાવી છે.
સચનિકના આંકડા અનુસાર, ગદર 2એ છઠ્ઠા દિવસે 34.50 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ગદર 2નું કુલ કલેક્શન 263.48 કરોડ રૂપિયા થઇ ગયું છે. ગદર 2ને લોકો તરફથી આટલો સારો પ્રતિસાદ મળતા હવે દરેક વ્યક્તિની નજર શાહરૂખ ખાનની પઠાણ પર છે. આવી સ્થિતિમાં હવે જોવું એ રહ્યું કે શું ગદર 2 શાહરૂખ ખાનની પઠાણને કમાણીમાં માત આપીને આગળ નીકળશે કે કેમ?
જો પઠાણના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે છ દિવસની અંદર કુલ 307.25 કરોડની કમાણી કરી હતી. તો બીજી તરફ સની દેઓલની ગદર એ પણ છ દિવસમાં 263.48 કરોડનું કલેક્શન તો કરી લીધું છે. ત્યારે દિલચસ્પ વાત એ છે કે, શું ગદર 2 આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનશે?





