ગદર 2, જેલર અને OMG 2એ એડવાન્સ બુકિંગમાં બંપર વેપાર કર્યો, બોક્સ ઓફિસ માટે 15 ઓગસ્ટ કેવું રહેશે?

આ સપ્તાહ સિનેમાં પ્રેમીઓ માટે મનોરંજનથી ભરપૂર છે. આ અઠવાડિયે સિનેમાઘરોમાં સની દેઓલની ગદર 2, જેલર અને OMG 2 રિલીઝ થઇ રહી છે. ત્યારે બોક્સ ઓફિસ પર કંઇ ફિલ્મ સારું પ્રદર્શન કરશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. આ તકે વાંચો કંઇ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં કેટલો વેપાર કર્યો?

Written by mansi bhuva
August 10, 2023 08:13 IST
ગદર 2, જેલર અને OMG 2એ એડવાન્સ બુકિંગમાં બંપર વેપાર કર્યો, બોક્સ ઓફિસ માટે 15 ઓગસ્ટ કેવું રહેશે?
આ સપ્તાહ સિનેમાં પ્રેમીઓ માટે મનોરંજનથી ભરપૂર છે. આ અઠવાડિયે સિનેમાઘરોમાં સની દેઓલની ગદર 2, જેલર અને OMG 2 રિલીઝ થઇ રહી છે. ત્યારે બોક્સ ઓફિસ પર કંઇ ફિલ્મ સારું પ્રદર્શન કરશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. આ તકે વાંચો કંઇ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં કેટલો વેપાર કર્યો?

This Weekend Upcoming Movies : આ સપ્તાહ સિનેમાં પ્રેમીઓ માટે મનોરંજનથી ભરપૂર છે. આ અઠવાડિયે સિનેમાઘરોમાં સની દેઓલની ગદર 2, જેલર અને OMG 2 રિલીઝ થઇ રહી છે. ત્યારે બોક્સ ઓફિસ પર કંઇ ફિલ્મ સારું પ્રદર્શન કરશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. જો કે હિંદી ફિલ્મમાં સની દેઓલની મસાલા એન્ટરટેનર ‘ગદર 2’ લોકોને વધુ પસંદ આવશે તેવી આશા છે. બીજી તરફ સાઉથમાં જો કોઇ ફિલ્મનો દબદબો રહેશે તે તે રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ હશે તેવું અનુમાનિત છે.

મહત્વનું છે કે, લાંબા સમયથી લોકો ‘ગદર 2’ની રાહ જોઇ રહ્યા છે. ત્યારે નોર્થમાં ગદર 2ના એડવાન્સ બુકિંગમાં આ સિનેમા પ્રેમીઓનો પ્રેમ જોવા મળ્યો છે. લોકો સૌથી પહેલી પ્રાયોરિટી ‘ગદર 2’ને આપી રહ્યા છે. ગદર 2ની એડવાન્સ ટિકિટમાં પહેલા જ દિવસે સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. ગદર 2ની પહેલા જ દિવસે જ 1.3 લાખથી વધુ ટિકિટ વેચાય હોવાનો અહેવાલ છે. આ સંખ્યા ગુરૂવાર સુધી 2 લાખ સુધી પહોંચે તેવી વકી છે. ટિકિટ એગ્રીગેટર બૂક માય શોના મતે, ફિલ્મની 3 લાખ ટિકિટ પહેલા જ વેચાય ગઇ છે. જેમાં દિલ્હી, NCR, મુંબઇ, જયપુર, પટના, પુણે, અમદાવાદ, બેંગલુરૂ સહિત સુરત સૌથી આગળ છે.

તો ટ્રે઼ડ એનાલિસ્ટ તરણ આદર્શે ગદર 2 ને મેકર્સ માટે લોટરી ગણાવી છે. કારણ કે શાહરૂખ ખાનની પઠાણ બાદ ગદર 2 આ વર્ષની એક માત્ર ફિલ્મ છે જેની એડવાન્સ બુકિંગમાં આટલી ટિકિટ વેચાય છે. તેમજ લોકોમાં ‘ગદર 2’ને લઇને ભારે ઉત્સાહ છે.

તરણ આદર્શે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, એડવાન્સ બુકિંગ શાનદાર છે અને પહેલા દિવસે ફિલ્મનું 35 કરોડથી વધુ કલેક્શન થશે. પઠાણ બાદ ગદર 2 લોકોના દિલો પર રાજ કરશે. વધુમાં તરણ આદર્શે કહ્યું કે, ગદર 2 માત્ર એક ફિલ્મ જ નથી પરંતુ એક ભાવના છે.

ટ્રેડ એનાલિસ્ટ ગિરિશ જોહરે એ વાતની સાથે આશ્વાત છે કે, ગદર 2 ટિયર 2 અને 3 શહેરમાં સારો વેપાર કરશે. કારણ કે ટિયર 2 અને ટિયર 3માં ફિલ્મનો ક્રેઝ સારો છે. ઉલ્લેખનીય છે કે, ગદર 2ને 4,000થી વધુ સ્ક્રીન મળી ગઇ છે. ગિરિશ જોહરે ગદર 2 પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 25 કરોડનો વેપાર કરશે તેવુ અનુમાન લગાવ્યું છે. જો કે વર્ડ ઓફ માઉથના આધાર પર આ આંકડો વધી પણ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગદર વર્ષોથી સુધી ટીવી પર ચાલે છે અને લોકો તેને ખુબ પસંદ પણ કરે છે. હાલમાં જ ‘ગદર’ને ફરી એક વખત સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં આ ફિલ્મને સિનેમાઘરોમાં જબરદસ્ત પ્રતિક્રિયા મળી હતી. તો આજની પેઢી પણ જાણે છે કે જ્યારે સની દેઓલ હૈંડપંપ ઉઠાવે છે તો તે વિશ્વાસ છે.

આ સિવાય જ્યારે સની દેઓલ એ સંવાદ બોલે છે કે, હિંદુસ્તાન જિંદાબાદ થા, જિંદાબાદ હૈ અને જિંદાબાદ રહેશે ત્યારે લોકોને મોજ પડી જાય છે. તેથી આશા છે કે, ફિલ્મ શાનદાર બિઝનેસ કરશે.

OMG 2 ટ્રેલર

અક્ષય કુમારની OMG 2 પણ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પરંતુ OMG 2ને લોકોનો નબળો પ્રતિસાદ છે. આ અંગે ગિરીશ જોહરે જણાવ્યું હતું કે, તેઓ ફિલ્મનું પ્રમોશન એટલું નથી કરી રહ્યા કારણ કે તેઓ જાણે છે ફિલ્મનું કન્ટેન્ટ શું છે. તેમજ પારિવારિક દર્શક તેમનો લક્ષ્ય નથી. કારણ કે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને A સર્ટિફિકેટ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ‘OMG 2’એ BookMyShow પર માત્ર 45,000 ટિકિટ વેચી છે. જેને પગલે ગિરીશ જોહરે ફિલ્મ 8થી 10 કરોડનું ઓપનિંગ કરી તેવી ભવિષ્યવાણી કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ