Gadar 2 : ગદર-2 અંગે અમિષા પટેલનો મોટો ધડાકો, નારાજ ફેન્સે લખ્યું -'દીખા દિયા સકીના પાકિસ્તાની હૈ'

Ameesha patel in Gadar 2 movie: બોલીવુડ એભિનેત્રી અમિષા પટેલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપકમિંગ મૂવી 'ગદર 2' અંગે એક મોટો ધડાકો કર્યો.

Ameesha patel in Gadar 2 movie: બોલીવુડ એભિનેત્રી અમિષા પટેલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપકમિંગ મૂવી 'ગદર 2' અંગે એક મોટો ધડાકો કર્યો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ameesha patel and Sunny Deol in Gadar 2 movie

ગદર-2 મૂવીમાં અમિષા પટેલ અને સન્ની દેખોલ મુખ્ય ભૂમિકામાં છે.

Gadar 2 movie Ameesha patel as a Sakina: બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ ફિલ્મ 'ગદર 2'માં સકીના તરીકે રિ-ડેબ્યૂ કરી રહી છે, પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા જ અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં એક મોટો ધડાકો કર્યો છે જેને લઇને ફેન્સ તરફથી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરમાં એક સીન હતો જેમાં તારા સિંહ એટલે કે સની દેઓલ કબર પાસે બેસીને રડી રહ્યો હતો. આનાથી ઘણા લોકો માને છે કે તે સકીનાના મૃત્યુનો શોક કરી રહ્યો હતો. પરંતુ અટકળોથી વિપરીત, અમીષાએ સ્પષ્ટતા કરી છે કે ગદર 2માં સકીના મરી નથી.

Advertisment

અમિષાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, “મારા બધા પ્રિય ચાહકોને! તમારામાંથી ઘણા ગદર-2 ના આ શોટ વિશે ચિંતિત છે કે સકીના મરી ગઈ છે!! હકીકતમાં, એવું નથી!! આ કોણ છે હું કહી નથી શકતી પણ આ સકીના નથી!! તો મહેરબાની કરીને ચિંતા કરશો નહીં !! તમને બધાને પ્રેમ."

જોકે, અમિષાના આ ખુલાસા પર ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. એક યુઝરે લખ્યું, "તમે ફિલ્મની રિલીઝ પહેલા તેને કેમ બગાડી રહ્યા છો." અન્ય એકે કમેન્ટમાં લખ્યુ કે - હા, અમે નથી ઈચ્છતા કે સકીના મરી જાય,". ઘણા લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એકે કોમેન્ટમાં લખ્યું કે - 'દીખા દિયા કી સકીના પાકિસ્તાની હૈ', જ્યારે અન્ય ફ્રેન્સે લખ્યું કે - 'ડિરેક્ટર અનિલ શર્માની નારાજગીને બાજુ પર રાખો. ફિલ્મને બગાડો નહીં.'

Advertisment

તમને જણાવી દઈએ કે, અમીષા પટેલે ટ્વીટની એક સિરિઝ શેર કરી છે, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે ગદર-2 ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને અનિલ શર્મા પ્રોડક્શન્સ દ્વારા પેમેન્ટ કરવામાં આવ્યુ ન હતું.

,

'ગદર 2' એ વર્ષ 2001માં આવેલી ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા'ની સિક્વલ છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મના અન્ય સ્ટાર કાસ્ટમાં ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર અને લવ સિંહા પણ છે. 'ગદર 2'ની ટક્કર રણબીર કપૂરની 'એનિમલ' અને અક્ષય કુમારની 'ઓહ માય ગોડ 2' સાથે થશે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ