Gadar 2 Review : ગદર 2એ ફેન્સની આશા પર પાણી ફેરવ્યું, યૂઝર્સે કહ્યું…’ફિલ્મ માથાનો દુખાવો’

Gadar 2 Review : ગદર 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. 22 વર્ષ બાદ તારા સિંહ અને સકીનાની જોડી સ્ક્રીન પર ચમકી. ત્યારે ગદર 2ને લઇને એવી આશા હતી કે ફિલ્મ મોટા પડદા પર ધમાલ મચાવશે. પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે. અહીં વાંચો ગદર 2ને લઇને દર્શકોની પ્રતિક્રિયા.

Written by mansi bhuva
August 11, 2023 14:09 IST
Gadar 2 Review : ગદર 2એ ફેન્સની આશા પર પાણી ફેરવ્યું, યૂઝર્સે કહ્યું…’ફિલ્મ માથાનો દુખાવો’
Gadar 2 : ગદર 2ના 12મા દિવસનું કલેક્શન જાણીને ફેન્સ ખુશ થઇ જશે

Gadar 2 Review : સની દેઓલ અને અમીષા પટેલ છેલ્લા થોડા સમયથી ‘ગદર 2’ને કારણે સતત ચર્ચામાં છે. ગદર 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. 22 વર્ષ બાદ તારા સિંહ અને સકીનાની જોડી સ્ક્રીન પર ચમકી. ત્યારે ગદર 2ને લઇને એવી આશા હતી કે ફિલ્મ મોટા પડદા પર ધમાલ મચાવશે. પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે.

‘ગદર 2’ અંગે લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. સની દેઓલની ‘ગદર 2’ને લઇને ફિલ્મ વિવેચક તરણ આદર્શે ટ્વીટ કર્યું છે. તરણ આદર્શે ‘ગદર 2’ને 5માંથી માત્ર 1.5 સ્ટાર જ આપ્યા છે. આ સાથે તેઓએ પ્રતિક્રિયામાં લખ્યું કે, આ ફિલ્મને સહન કરવી મુશ્કેલ છે. તરણ આદર્શે તો ડાયરેક્શન અને પ્રદર્શનને પણ બેકાર જણાવ્યું છે. ખાસ કરીને ‘ગદર 2’નો પાર્ટ 2 અત્યંત બેકાર છે.

ગદર 2 અને OMG 2ને લઇને એવી ચર્ચા હતી કે, અક્ષય કુમારની OMG 2 સફળ નહીં થાય અને ગદર 2 સિનેમાધરોમાં છવાય જશે. આની પાછળનો તર્ક એ છે કે, 22 વર્ષ પહેલા રિલીઝ થયેલી ગદરે સિનેમાઘરોમાં ખુબ ધમાલ મચાવી હતી. તેમજ ગદર 2ના ટ્રેલરે પણ ખુબ જ ધૂમ મચાવી હતી. પરંતુ ગદર 2 રિલીઝ થઇ એટલે હવે આ ફિલ્મ માથાનો દુખાવો બની ગઇ છે.

ગદર 2ને લઇને લોકોની પ્રતિક્રિયાની વાત કરીએ તો ગદર 2 સર્કસ લાગી રહી છે. ફિલ્મમાં મેં નિકલા ગડ્ડી લેકે સિવાય કંઇ સારું નથી. તેની પટકથા પણ ભોજપુરી જેવી 3rd ક્લાસ છે. આ ફિલ્મ 90નો અનુભવ કરાવે છે. બીજી બાજુ સની દેઓલની સ્ક્રીન સ્પેસ પણ બહુ ઓછી છે.

આ પણ વાંચો : Suniel Sheety: સુનીલ શેટ્ટીની ફિટનેસ પર ઘણી હસીનાઓ ફિદા, આજે કરોડોની સંપત્તિના માલિક

આ પરથી એવું લાગી રહ્યું છે કે, ઉત્કર્ષ શર્માને લોન્ચ કરવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. જો કે તે ફેલિયર સાબિત થયો છે. હવે ગદર 2ના કલેક્શનની વાત કરીએ તો એડવાન્સ બુકિંગમાં ફિલ્મની 20 લાખ ટિકિટ વેચાય હતી. તેથી એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે ગદર 2 તાબડતોડ કમાણી કરશે. પરંતુ લોકોના રિએક્શન પરથી એવું લાગી રહ્યું નથી.

આ પણ વાંચો : OMG 2 Review : અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની OMG 2 અંગે દર્શકોની જોરદાર પ્રતિક્રિયા, શું આ ફિલ્મ ખેલાડી કુમારના ડૂબતા કરિયરને બચાવશે?

જો કે અક્ષય કુમારની OMG 2ને A સર્ટિફેકટ મળ્યું છે. તેનો ગદર 2ને ફાયદો થઇ શકે છે. કારણ કે ગદર 2 ફેમિલી સાથે જોઇ શકાય છે. 15 ઓગસ્ટનો પણ ગદર 2ને ફાયદો થઇ શકે છે. જેને પગલે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરે કેવી શક્યતા વકી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ