/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-94.jpg)
ગદર 2નું ટીઝર રિલીઝ કરી દેવાયું છે.
સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ગદર 2: ધ કથા કંટીન્યૂઝનું પ્રથમ ટીઝર આજે 12 જૂનના રોજ રિલીઝ કરી દેવાયું છે. 22 વર્ષ પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ગદર બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. તેવામાં ગદર 2 પણ બોક્સ ઓફિસ પર કમાણીનો નવો રેકોર્ડ સર્જે તેવી શક્યતા છે. ગદર ટુનું એક ટીઝર અમીશા પટેલે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે જેને જોઈને આ વાત ખબર પડી જાય છે.
હવે ગદ્દર 2ના ટીઝરની વાત કરીએ તો 22 વર્ષ પછી પાકિસ્તાનનો જમાઈ બનીને તારા સિંહ પરત ફર્યો છે. પરંતુ આ વખતે વધારે જુસ્સા સાથે તારા સિંહે પાકિસ્તાનની ધરતી પર પગ મૂક્યો છે. જેનાથી પાકિસ્તાનમાં ખડભડાટ મચી જશે. ટીઝર દમદાર ડાયલોગ અને એક્શનથી ભરપૂર છે.
ખાસ કરીને લોકોને એક ડાયલોગ ખૂબ જ પસંદ પડ્યો છે જેમાં તારા સિંહ માટે કહેવાયું છે કે, "તે પાકિસ્તાનનો જમાઈ છે, તેને તિલક કરી નાળિયેર આપો. નહીં તો આ વખતે તે દહેજમાં લાહોરને લઈ જશે… " આ ડાયલોગ બાદ સની દેઓલની એન્ટ્રી થાય છે.
ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટ 2023 ના રોજ રિલીઝ થશે. ગદર 2 ફિલ્મ અનિલ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના મુખ્ય કલાકારો સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા છે. આ ઉત્કર્ષ એ જ છે જેણે ગદરમાં તારા સિંહ અને સકીનાના દીકરાનો રોલ કર્યો હતો.
સની દેઓલે આટલા વર્ષો પછી તારા સિંહના રૂપમાં પરત ફરવા અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ગદ્દર વ્યક્તિગત અને વ્યસાયિક રૂપે મારા જીવનમાં પ્રમુખ હિસ્સો રહી છે. ગદ્દરમાં તારા સિંહ એક નાયક જ નહીં, પરંતુ એક સંસ્કારી આઇકન બની ગયો છે, જેણે તમામ બાધાઓેને પાર કરી લીધી. આ સાથે સની દેઓલે કહ્યું કે, 22 વર્ષ પછી ટીમ સાથે સહયોગ કરવો રચનાત્મક રૂપે એક સમૃદ્ધ અનુભવ હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us